Entertainment

આપણી ફેવરીટ કોમેડી સિરીયલ ખિચડી ૧૨ વર્ષ પછી પાછી આવી રહી છે, જુઓ પ્રોમો મજા આવી જશે...

 સ્ટાર પ્લસનો શો ખિચડીને કોમેડી સીરીયલ્સની લીસ્ટમાં સૌથી ઉપર રાખવમાં આવે તો કંઇ ખોટું નથી. બાળકોથી લઇને મોટા-વૃદ્ધો સુધી મનોરંજન કરી ચુકેલા આ શો સીઝન-રની સાથે ફરી એકવાર પાછું આવી રહયું છે.

શોનો પ્રોને લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને સોશ્યલ મીડિયા પર લોકો તેને પસંદ કરી રહયા છે. પ્રોમોમાં ટીમના તે જુના અંદાજમાં તમને હસાવવામાં સફળ રહેશ. તેની સાથે ટીમમાં બાબુજી, હંસા, પ્રફુલ્લ, ભાભી અને ઘરના બાળકોનો જરૂર નવો છે પરંતુ વાતું આજે પણ એટલી જ ચટપટી છે.

ફેસબુક પર પણ શોનો પ્રોમોને પ્રોડકશન હાઉસે શેયર કર્યો છે. ૧ર વર્ષ પછી શોની વાપસી થઇ રહી છે. આ વાતને સાંભળીને જ ફેન્સ ઘણા ઉત્સાહી છે. ખિચડી હવે ખિચડી રિટર્ન્સના નામથી પ્રસારિત કરવામાં આવશે. શો ૧૪ એપ્રિલથી સ્ટાર પ્લસ પર આવશે જે શનિવાર અને રવિવારના રાતના ૮ વાગ્યે દેખાડવામાં આવશે.

More Videos