Health Tips

Video:કમરના દુખાવાને કરશે છૂમંતર આ એક જ ટિપ્સ

કમરના દુખાવાથી કંટાળીને મોટાભાગે બધા પેઇનકિલરનો સહારો પણ લેતા હોય છે. પેઇનકિલર કમરનો દુખાવો ટેમ્પરરી તો મટાડી દે છે, પણ તેની સાઇડ ઇફેક્ટ બીજી અનેક સમસ્યાને નોતરે છે. ત્યારે કમરના દુખાવાને જડમૂળમાંથી મટાડવા માટે યોગ એક ઉત્તમ રસ્તો છે. 'અર્ધ મત્સ્યાસન'ને જો નિયમિત અને પદ્ધતિસર કરવામાં આવે તો કમરના દુખાવાથી હંમેશ માટે મુક્તિ મેળવી શકાય છે તો જોઈએ તેની રીત અને લાભ.

રીત

    બંને પગને લાંબા કરીને ચટાઈ પર બેસી જાવ. ડાબા પગને ઘૂંટણથી વાળીને કમરની નીચેની તરફ લઈ જાવ.
    પગનાં તળિયાં જમણી સાથળના મૂળને સ્પર્શે તે રીતે સેટ કરો.
    હવે જમણા પગને ઘૂંટણીથી વાળીને ઊભો કરી દો અને ડાબા પગને ઘૂંટણીની ઉપરની તરફ લઈ જઈને ઘૂંટણની આગળ સેટ કરો.
    હવે હાથનાં સ્ટેપ કરવા માટે ડાબા હાથને જમણા પગના ઘૂંટણ પરથી પસાર કરીને અર્થાત્ ઘૂંટણને હાથથી દબાવતાં ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને માથાને જમણી બાજુ વાળો.
    હવે જમણો હાથ પીઠની પાછળથી ફેરવીને ડાબા પગની સાથળનો નીચેનો ભાગ પકડો.
    ત્યારબાદ માથાને જમણી બાજુ એ રીતે ફેરવો કે ખભો અને માથું એક જ રેખામાં આવી જાય.
    છાતીનો ભાગ ટટ્ટાર રાખો. થોડી વાર આ પોઝિશનમાં રહો અને પછી રિલેક્શ થાઓ.
    ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.


લાભ

    અર્ધમત્સ્યાસન નિયમિત કરવાથી આખોય દિવસ સ્ફૂર્તિ રહે છે. આ આસન કરવાથી કમર દર્દ, બેક પેઇનથી છુટકારો મળે છે.
    પીઠનાં હાડકાં મજબૂત બને છે. પીઠ અને કમરના સ્નાયુની બરાબર કસરત થઈ જાય છે.
    આ આસનને નિયમિત કરવાથી પેટના સ્નાયુ, પગ, ગરદન, હાથ, નાભિની નીચેનો ભાગ, છાતીના સ્નાયુને સારો એવો વ્યાયામ મળવાથી આ બધા જ પાર્ટ્સ હેલ્ધી બને છે. કબજિયાતની તકલીફ હોય તો તે પણ દૂર થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, જેથી જેને ભૂખ ન લાગતી હોય તેના માટે પણ આ આસન ઉપકારક છે.
 

More Videos