Entertainment

Video! અમિતાભને ટૉયલેટમાં ગાતા જોયા? તો જોઈ લ્યો...

અમિતાભ બચ્ચનની ફિલ્મ શમિતાભ અંગે લોકો ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનના લુક્સ ખૂબ જ જુદા છે. આ લુક્સ માટે અમિતાભ મહીનાઓથી મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ અમિતાભે શમિતાભના ગીત ‘આઈ લવ સિંગિંગ ઇન ધ લૂ...'નું ટીઝર શૅર કર્યું છે કે જેમાં તેઓ લૂ (ટૉયલેટ)માં બેસી ગીત ગાઈ રહ્યા છે.
શમિતાભની રિલીઝ કરાયેલી તસવીરોમાં અમિતાભ ખૂબ જ યંગ અને એનર્જેટિક દેખાય છે. અમિતાભે આ ટીઝરને ટ્વિટર પર શૅર કરતા લખ્યું - શમિતાભનું પિડલી સૉંગ રિલીઝ થવાનું છે. આ એક એવી પરિસ્થિતિ છે કે જે ભલે હાલ આપને થોડીક વિચિત્ર લાગે, પણ ફિલ્મ જોતા આપ તેને સમજી શકશો. અમિતાભ દ્વારા શૅર કરાયેલ આ ટીઝરને હજારો લોકોએ શૅર કર્યું અને સાથે જ સૌએ કૉમેંટ્સ પણ કરી. લોકોનું કહેવું છે કે અમિતાભ આજના યંગ એક્ટરોને પણ પોતાના લુક્સ અને પોતાની એનર્જી વડે પાછળ છોડી શકે છે. ગીતનું ટીઝર આટલું શાનદાર છે, તો ગીત કેવું હશે?
લોકોનો ઇંતેજાર 45 મિનિટ બાદ પૂર્ણ પણ થઈ ગયો અને ફિલ્મનું પિડલી... સૉંગ રિલીઝ કરી દેવાયું. તમે પણ જુઓ...

 

More Videos