Entertainment

VIDEO : દારૂના નશામાં સસરાએ પોતાની વહુને કરી જબરદસ્તીથી કિસ

 એક સસરા દારૂ પીધા પછી પોતાની વહુની સાથે શરમનાક હરકત કરી નાખી. દારૂના નશામાં જ પોતાની નવી વહુને કિસ કરવા લાગ્યા ચીનના ઝિંગહાસુ પ્રાંતના એક હોટલમાં લગ્નના રિસેપ્શન દરમ્યાન એક શખ્સને ઘણો દારૂ પી રાખ્યો હતો. દારૂના નશામાં જ પોતાની નવી નવેલી વહુને કિસ કરવા લાગ્યો. ડેલી મેલની રીપોર્ટ મુજબ, આ ઘટના પછી ત્યાં હંગામો થયો અને મૌજુદ કોઇ શખ્સે આખી ઘટનાનો વીડિયો બનાવી નાખ્યો.

ચીનના સ્થાનીય મિડીયા સાથે વાત કરતા પરિવારના એક સદસ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ ઘટના પછી બંને પરિવારના લોકો અસમંજસની હાલતમાં હતા. હાલમાં, ઓનલાઇન સાઇટ પર વીડિયો જોયા પછી વરરાજાએ કોમેન્ટ કર્યો કે તેના પિતાએ પોતાના ખરાબ વ્યવહાર માટે દુ:ખ વ્યકત કર્યું છે અને માફી માંગી છે.

વીચૈટ અને ચીનના કેટલાક સોશ્યલ મીડિયા પર એવી અફવા પણ છે કે હોશમાં આવ્યા પછી પોતાની વહુ સાથે શરમનાક હરકત માટે શખ્સે દુ:ખ વ્યકત કર્યું અને આત્મહત્યા કરી લીધી. પરંતુ, આત્મહત્યાની વાતની પુષ્ટિ નથી થઇ. ૮ મિનિટના વાયરલ વીડિયો કિલપમાં ચીનના પારંપરિક પરિધાનમાં સજેલી દુલ્હનને સ્ટેજ પર લાવવામાં આવી. આ પછી આરોપી સસુર પોતાનો હોંશ ખોઇ બેઠો અને દુલ્હનને બાંહોમાં પકડીને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો.

More Videos