Entertainment

અનુષ્કાની ફિલ્મ 'NH-10'નું ટ્રેલર લોન્ચઃ

બોલીવુડની હોટ અભિનેત્રી અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'NH-10'નું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે.અનુષ્કા એમાં દમદાર દેખાવમાં જોવા મળી છે.ફિલ્મમાં તેના સિવાય નીલ ભૂપાલમ અને દર્શનકુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે આ પિકચરમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. તાજેતરમાંજ આ ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર પડ્યું જેમાં અનુષ્કા હાથમાં લોખંડનો સળીયો લઈને ઉભેલી જોવા મળી છે.

ટ્રેલરમાં મીરા(અનુષ્કા) અને અર્જુન(નીલ) એક સુખી દંપતીના રોલમાં જોવા મળે છે. બંને એકબીજા સાથે સમય વીતાવવા  ગુડગાંવ જાય છે. તેઓ ત્યાં એવી જગ્યામાં ફસાય જાય છે કે જ્યાં પોલીસ કે શાસન જેવું કાંઈ નથી. તેઓ ત્યાંથી પાછા જવા માંગે છે પણ તેમ થઈ શકતું નથી.

લોકોની કથળેલી હાલત જોઈને તે સમજી જાય છે કે અહીં રહેવું સલામતીભર્યું નથી. લોકોની વચ્ચે તે ફસાઈ જાય છે. બસ, ત્યારથી શરૂ થાય છે તેમનો સંઘર્ષ અને બહાર નીકળવાની દોડ. શું તેઓ ખાપ પંચાયતથી બચીને નીકળી શકશે? એકબીજાને સાથ આપી શકશે? એ સવાલોના જવાબ મેળવવા 6ઠ્ઠી માર્ચ સુધી રાહ જોવી પડશે.    

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

More Videos