Health Tips

પેટની ચરબીને માખણની જેમ ઓગાળશે આ જોરદાર ટ્રિક,જુવો Video

શરીર પર ચરબી વધવાનું પ્રમાણ વધવા લાગે તો સૌપ્રથમ ચરબી પેટ પર જામતી હોય છે. આ જગ્યા પરથી ચરબી ઉતારવાનું કામ ખુબ જ અધરું છે પરંતુ થોડું ધ્યાન આપીને આ કરવામાં આવે તો તે પણ સરળ જ છે. તો આજે આપણે પેટની ચરબી ઉતારવાની ટ્રિક જોઈએ. પેટની વધતી ચરબીને ઉતારવા માટે ઉપયોગી આસન છે નૌકાસન. આ આસન સરળ છે. તો જોઈએ  તેને કરવાની રીત અને તેનાથી થતાં ફાયદા.

રીત
સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સૂઇ જાવ. હવે વિડિયોમાં બતાવ્યા મુજબ બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધીમે-ધીમે હાથ, પગ અને માથું જમીન પર પરત લઇ આવો.

લાભ
આ આસન કરવાથી આપનું પાચનતંત્ર સ્વસ્થ રહેશે.
પેટના સ્નાયુઓ ખેંચાવવાથી ચરબી જલ્દી ઉતરે છે.
હર્નિયાની સમસ્યામાં રાહત મળશે.
અંગુઠાથી લઇને આંગળી સુધી ખેંચાણ થવાથી શુદ્ધ રક્ત વધારે ઝડપથી પ્રવાહિત થશે જેનાથી શરીર નિરોગી બનશે.
જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.

More Videos