Entertainment

'કેલેન્ડર ગર્લ્સ'નું ટીઝર રીલિઝ, બતાવી ગ્લેમર જગતની કાળીબાજુ

મધુર ભંડારકરની આગામી ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મની વાર્તા પાંચ સુપર મોડલ્સ-મયુરી, નાઝનીન, શેરોન, નંદીતા અને પેરોમાનું કેલેન્ડર ગર્લ્સ બન્યા બાદ જીવન બદલાઈ જાય છે.

 
આ ફિલ્મ પણ મધુરની બીજી ફિલ્મ્સ 'ફેશન' અને 'હિરોઈન'ની જેમ ગ્લેમર જગતની કાળી બાજુ રજૂ કરે છે.આ ફિલ્મ સુપરમોડલના જીવનની અંદરની વાતો રજૂ કરે છે.ટીઝરમાં પાંચ સુપર મોડલ્સ ના સ્ટારડમથી લઈને તેના આવેલા પરિણામ સુધીની વાત જોવા મળે છે.તેના ફોટોગ્રાફમાં એક ટેગલાઈન વાંચવા મળે છે, ‘Photographs are perfect because they are still but life doesn’t stand still’!
 
ફિલ્મમાં ડેબ્યુટન્ટ્સ આકાંક્ષા પુરી, અવની મોદી, કાયરા દત્ત, રુહીસિંહ અને સતરૂપા પાયન મુખ્ય ભૂમિકા કરી રહી છે, આ ફિલ્મ 7 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સંગીતા અહીરની મંગલ મૂર્તિ ફિલ્મ્સે કર્યું છે.

More Videos