Todays News

પીએમ મોદીના પત્ની જશોદાબેન રોડ અકસ્માતમાં ઘાયલ : ૧નું મોત, જુઓ VIDEO

  પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનો રાજસ્થાનના કોટા-ચિત્તોડ હાઈ-વે પર એક્સિડન્ટ થયો છે. આ દરમિયાન તેમના માથામાં ઈજા થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જશોદાબેન મોદી કોટામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગુજરાત પરત જઈ રહ્યા હતા જ્યાં તેઓ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા.

એનડીટીવીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જશોદાબેનને ચિત્તોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જશોદાબેન બિલકુલ સુરક્ષિત છે અને માર્ગ અકસ્માત બાદ તે પોલીસકર્મીઓની સાથે ચાલીને ગાડીમાં બેઠા. ત્યારબાદ તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જશોદાબેનની ગાડીને ટ્રેક્ટર ટ્રોલી સાથે સવારે 10 વાગતા એક્સિડન્ટ થઈ ગયો હતો. આ ઘટનામાં જશોદાબેનની ગાડીના ડ્રાઈવર બસંતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે ટ્રેક્ટરના ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે હજુ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

More Videos