Entertainment

ર૯ વર્ષ પછી પાછી આવી મોહિની, જૈકલીનએ માધુરી દિક્ષીતને દીધી ટકકર

  ફિલ્મ બાગી ર માં માધુરી દિક્ષિતના આઇકોનિક ગીત ઇક દો તીન પર જૈકલીન ફર્નાડીસ ડાન્સ કરતી નજર આવશે. આ ગીતથી જેકલીનનો પહેલો લુક સામે આવ્યો છે. જે થોડાક કલાકમાં જ વાયરલ થઇ ગયો છે.

લુકને સારો રીસ્પોન્સ મળ્યો તો મેકર્સે ગીતનું ટીઝર પણ રીલીઝ કરી દીધું. ટીઝરમાં જૈકલીનને માધુરી જેવા જ કપડા પહેર્યા છે પરંતુ તે વધુ રિવલિંગ છે. વીડિયોમાં લોકો મોહિની-મોહિની બોલતા નજર આવી રહયા છે.

જૈકલીન એક દો તીન વાળો પોપ્યલુર સ્ટેપ કરી રહી છે. આ નવા વર્ઝનમાં જૈકલીનએ પોતાની હોટનેસનો તડકા લગાવ્યો છે. ટાઇગર શ્રોફે આ ટીઝર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેયર કર્યોછે. ટાઇગરની આ ફિલ્મ ૩૦ માર્ચના રીલીઝ થશે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

More Videos