Health Tips

દિવસની થોડી મિનિટો આખા શરીરની ચરબીને ઉતારશે અને બનાવશે ખૂબસૂરત,જુઓ Video

આખા શરીરની ચરબીને સાથે ઉતારવી કોઈ સહેલી વસ્તુ નથી પરંતુ અહીં તમને તે ઉતારવાની એક જબરદસ્ત ટિપ બતાવવામાં આવી છે. આ ટિપ છે સૂર્યનમસ્કાર.
સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ વ્યાયામ ગણાય છે, કારણ કે તેનાથી માત્ર શારીરિક અને માનસિક જ નહીં પરંતુ આધ્યાત્મિક લાભ પણ પ્રાપ્ત થતા હોય છે. સૂર્યનમસ્કારથી આખા શરીરને આરોગ્ય, શક્તિ અને ઊર્જા મળે છે. આનાથી શરીરના દરેક અંગ-ઉપાંગ ક્રિયાશીલ બને છે તથા શરીરની બધી જ આંતરિક ગ્રંથિઓમાં અંતઃસ્ત્રાવ (હોર્મોન્સ)ની પ્રક્રિયા સારી રીતે થવા માંડે છે. સૂર્યનમસ્કાર કરવાનો સર્વશ્રેષ્ઠ સમય સૂર્યોદય મનાયો છે. સૂર્યનમસ્કારની ક્રિયા ૧૧થી લઈ ૨૧ વાર સુધી કરી શકાય છે અથવા તમે તોનાથી ઓછી વાર પણ કરી શકો.

  •     સૂર્યનમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે. આનાથી શરીરનાં બધાં જ અંગ-ઉપાંગ નિરોગી તથા શક્તિશાળી બને છે.
  •     પેટ, આંતરડાં, આમાશય, અગ્નાશય, હૃદય અને ફેફસાંને સ્વસ્થ કરે છે.
  •     સૂર્યનમસ્કાર કરોડરજ્જુ અને કમરને લચીલી બનાવે છે અને ત્યાં આવેલા વિકારને દૂર કરે છે.
  •     સૂર્યનમસ્કાર કરવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થવા લાગે છે અને તેથી લોહીની અશુદ્ધતા દૂર થઈ ચર્મ રોગોનો નાશ પામે છે.
  •     સૂર્યનમસ્કારમાં હાથ, પગ, બાંય, જાંઘ, ખભા વગેરે બધાં જ અંગોને કસરત મળે છે, તેનાથી ત્યાંની માંસપેશીઓ મજબૂત અને સુંદર થાય છે.
  •     સૂર્યનમસ્કારનો નિયમિત અભ્યાસ માનસિક શાંતિ અને શક્તિ, ઓજ તથા તેજની વૃદ્ધિ કરે છે.
  •     મધુપ્રમેહ માટે પણ વધુ ઉપયોગી છે.
  •     સૂર્યનમસ્કાર આખા શરીરને સંપૂર્ણ આરોગ્ય બક્ષે છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

More Videos