Todays News

અંટાર્ટિકામાં તૂટયો લંડનથી ૪ ગણો મોટો આઇસબર્ગ, વીડિયો જોઇને આખી દુનિયા શોકડ થઇ

 આ દૃશ્ય કોઇ ફિલ્મી સીન જેવું શોકિંગ અને ડરાવનારું હતું. જયારે અંટાર્ટિકામાં લંડનથી ચાર ગણો મોટા આકારનો ૬૨૩ ફુટ મોટા આઇસબર્ગ તુટીને દરિયામાં વહી ગયો. ભૂકંપથી પણ મોટી તબાહી જેવો આ દૃશ્યનો વીડિયો જેને પણ જોયો તે ડરી ગયો. ગ્લોબલ વોર્મિંગના ખરાબ પ્રભાવને કારણે એટલો વિશાળકાય આઇસબર્ગ તુટવાનું પરિણામ તો ખતરનાક હોય જ શકે છે. હાલમાં આ તુટયા પછીના વીડિયોએ દુનિયાને શોકડમાં નાખી દીધી છે. નાસા સહિત બ્રિટિશ અંટાર્ટિક સર્વેએ ધરતીની આ સૌથી મોટી ઘટનાનો વીડિયો જારી કયો છે.

એમ તો આ ઘટના વર્ષ ૨૦૦૧૭માં ગરમીઓમા થઇ હતી. પરંતુ એનાલીસેસ વીડિયો હવે જાહેર કર્યો છે. 
આ આઇસબર્ગની સાઇઝ અમેરિકી રાજય ડેલવેયરની બરાબર છે. એટલે કે આ આઇબસર્ગ ૧૦ મેડ્રિડ શહેર સમાન છે. ૬૦૦૦ વર્ગ કિલોમીટર આકાર અને લગભગ ૬૨૩ ફુટ મોટાઇ વાો આઇસબર્ગ એ-૬૮ તુટવાથી અંટાર્ટિકાનો આખો નકશો જ બદલી ગયો છે. આ આઇસબર્ગનો માત્ર ૧૦૦ ફૂટ હિસ્સો જ પાણીની બહાર દેખાઇ દેતો હતો. બાકી પાણીની અંદર ડૂબેલો હતો. કેમેરા પર રેકોર્ડ કરવામાં આવેલો આ દુનિયાનો પહેલો આટલો મોટો આઇસબર્ગ ડેમેજ છે. આ આઇસબર્ગની તુટવાથી અંટાર્ટિકાના લગભગ ૬૦૦૦ વર્ગ કિ.મી. એરીયાના આઇસવોટર પર ૧ લાખ ર૦ હજાર વર્ષોમાં પહેલીવાર તડકો પડી રહયો છે, કેમ કે આની પહેલા તે બરફની મોટા સતહની જેમ ઢંકાયેલો હતો.
 

More Videos