Gujarat

વિક્રમેશ્વર મહાદેવ - વિક્રમાદિત્યએ બંધાવેલું મંદિર

  • select * from tourism_gallery where nid='86'

 પૌરાણિક શિવલિંગનું પૂજન અને સરસ્વતીના કાંઠે બનેલા કૂંડમાં સ્નાન કરવાને ભાવિકો પોતાનું સૌભાગ્ય સમજે છે. ખેતરોની વચ્ચે શાંતિનો અનુભવ કરવા માટે શ્રાવણ માસમાં ખાસ શ્રદ્ધાળુઓ વિક્રમેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે

સોમનાથથી કોડિનાર તરફ જતાં ૧૦ કિલોમીટરના અંતરે લીલાંછમ ખેતરોની હરિયાળી વચ્ચે સરસ્વતી નદીના કિનારે વિક્રમેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ શિવમંદિર ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ બંધાવ્યું હોવાનું કહેવાય છે.

વિક્રમાદિત્યએ પ્રભાસક્ષેત્રને તપશ્વર્યા માટે પસંદ કર્યું હતું અને પછીથી વધુ શાંત વાતાવરણમાં ખળખળ વહેતી સરસ્વતી નદીના કિનારે ભગવાન શંકરનું તપ કરવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. મંદિરથી નદી તરફ જતાં એક સ્નાન કૂંડ બનાવાયો છે. જેમાં આસપાસથી આવતા ભાવિકો સ્નાન કરે છે. મંદિર વિક્રમાદિત્યએ બંધાવ્યું હોવાથી મંદિરનું નામ વિક્રમેશ્વર મહાદેવ છે.

મંદિર પરંપરાગત અને સરળ છે. ભવ્યતાથી મંદિર બંધાવ્યું હોય એવા કોઈ ચિન્હો નથી જણાતા. સામાન્ય રીતે રાજાઓ દ્વારા બંધાયેલા મંદિરોનું સ્થાપત્ય ભવ્ય રહેતું, પણ આ મંદિર એટલું ભવ્ય નથી. વળી, મંદિર કેટલાક વર્ષો પહેલા નિર્ણોધ્ધાર પામ્યું છે.

વિક્રમાદિત્ય ઈસવીસનની પહેલી સદી પહેલાના થોડા વર્ષો અગાઉ થયા હતા. તેમણે ઈ.સ. પૂર્વે ૫૬માં સકો પર વિજય મેળવ્યો ત્યારથી એની યાદગીરી રૃપે વિક્રમ સંવતની શરૃઆત કરી હતી. એ કેલેન્ડર ભારત અને નેપાળમાં ખૂબ જ વ્યાપક રીતે માન્યતા ધરાવે છે.

જોકે, બીજી એક માન્યતા પ્રમાણે મૂળ રાજા વિક્રમાદિત્યના લોકપ્રિયતા અને પરાક્રમના કારણે બીજા પણ ઘણા પરાક્રમી રાજાઓ વિક્રમાદિત્યના ઉપનામથી ઓળખાતા હતા. કદાચ એમાંના જ કોઈ રાજાએ અથવા તો તેના સ્વજને એ જગ્યાએ શિવપૂજા કરીને રાજાના સન્માનમાં વિક્રમેશ્વર મહાદેવ નામ રાખ્યું હોય શકે!

વિક્રમાદિત્યએ પ્રભાસક્ષેત્રમાં તપ કર્યું હોવાના કોઈ ઐતિહાસિક પૂરાવાઓ મેળવવા અત્યારે અશક્ય છે. વળી ઉજ્જૈનનો રાજા છેક ગુજરાતના સાગર કાંઠે આવીને તપ કરે એ માનવું થોડું મુશ્કેલ છે. ધારો કે રાજા પરમ શિવ ઉપાસક હોય તો ઉજ્જૈનમાં પણ ૧૨ જ્યોતિલિંગ પૈકીનું એક છે જ એટલે સોમનાથ કે પ્રભાસ ક્ષેત્રમાં તપ કર્યું હોવાની ધામક માન્યતા હોવા છતાં કદાચ એમ માનવું વધુ યોગ્ય રહેશે કે અન્ય કોઈ વિક્રમાદિત્ય ઉપનામ ધરાવતા રાજાએ અહીં તપ કર્યું હોય અને સમયાંતરે મંદિર પણ બંધાવ્યું હોય! જોકે, સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ હોવાના કારણે સદીઓથી ભારતભરના શક્તિશાળી રાજાઓનું પ્રિય મંદિર રહેતું હતું, કદાચ એ જ રીતે વિક્રમાદિત્ય રાજાએ પણ પ્રભાસક્ષેત્ર પર પસંદગી ઉતારી હોય અને પછી જંગલમાં તપ કરવા માટે સરસ્વતીના કાંઠે મંદિર બંધાવ્યું હોય એવો એક વ્યાપક તર્ક થાય છે. ઐતિહાસિક તથ્યોને બાજુ પર રાખીએ તો પણ સ્થાનિક ધામક માન્યતા પ્રમાણે આ મંદિર વિક્રમાદિત્યએ બંધાવ્યું છે અને એટલે તેનું મહત્ત્વ ઘણું વધારે છે. પૌરાણિક શિવલિંગનું પૂજન અને સરસ્વતીના કાંઠે બનેલા કૂંડમાં સ્નાન કરવાને ભાવિકો પોતાનું સૌભાગ્ય સમજે છે. ખેતરોની વચ્ચે શાંતિનો અનુભવ કરવા માટે શ્રાવણ માસમાં ખાસ શ્રદ્ધાળુઓ વિક્રમેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે.

Releated News