જાંબુવનની ગુફામાં ટપકતાં પાણીમાંથી સ્વયંભૂ રેતીમાં રચાતા શિવલીંગ
આદીત્યાણા પાસે આવેલી પુરાતન ગુફા નિહાળવા ઉમટતા પ્રવાસીઓ
રૃા. દોઢ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યને લીધે ધ્યાન માટે ૭ કુટીર બનાવાઇ; નયનરમ્ય ફુવારા સાથે બાળકો માટે બાળ ક્રીડાંગણ
આદિત્યાણા પાસે આવેલી જાંબુવન ગુફાને દોઢ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી અંતિમ ચરણમાં છે. મહાભારતના સમય કાળથી ઐતિહાસિક બની રહેલી જાંબુવનની ગુફામાં ટપકતાં પાણીમાંથી રેતીમાંથી રચાતા શિવલીંગના દર્શન સહિતના આ મનોરમ્ય સ્થળની મુલાકાતે દરરોજ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
આદિત્યાણા પાસે આવેલી જાંબુવન ગુફામાં ઉપરથી પાણીના ટીપાં અંદરની માટી અને રેતીમાં પડે છે ત્યારે અનેક સ્વયંભૂ શીવલીંગો રચાઇ જાય છે. આ સ્થળનો પ્રવાસન વર્ષમાં સમાવેશ કરી વિકાસ કર્યા પછી પ્રવાસીઓ અહીં વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે. આ સ્થળને દોઢ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી થઇ રહી છે.
પોરબંદરના રાણાવાવ નજીક આવેલા પ્રાચીન જાંબુવતીના ભોંયરા સ્થળને રાજય સરકારે પ્રવાસન વર્ષ સમયે સમાવી લીધા બાદ ગુફાની અંદરમાં લાઇટ ફીટીંગ ઉપરાંત ગુફા સુધીના રોડ છે. ગુફા આજુબાજુના વિસ્તારનો પણ વિકાસ જેટ ઝડપે થયો હોવાથી લોકો અહીં સુંદર મજાનું પર્યટન સ્થળ પ્રાપ્ત થયુ છે. રવિવાર તથા રજાના દિવસોમાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે અને પ્રાકૃતિક સ્થળની મન ભરીને મોજ માણે છે.
આ ઐતિહાસિક સ્થળે ધ્યાનકુટીર સહિત બાલ ક્રીડાંગણ અને નયનરમ્ય ફુવારા બનાવવા કામગીરી ચાલી રહી છે. ૭ જેટલી ધ્યાન કુટીરો બનાવવામાં આવી રહી છે જેમાં સાધકો ધ્યાન ધરી શકશે ઉપરાંત તેમાંની પાંચ કુટીરો પાણીની વચ્ચે રહેશે. બાળકો માટે બાલ ક્રીડાંગણ, નયનરમ્ય ફુવારો, મહેમાનો માટે ભોજનાલય તેમજ ગુફાદર્શન, ઘડીયાળનો રૃમ, રામેશ્વર સ્થાન સહિત અલગ અલગ જગ્યાએ યાત્રાળુઓ સરળતાથી જઇ શકે તે માટેની સુવિધા વધારવામાં આવી રહી છે.
Releated News
- ગુજ્જુભાઈ આપે છે લગ્નને સુખી બનાવવાની જોરદાર ટ્રિક,હસવુ હોય...
- તુમ હી હો.... ગીત પર ક્યુટ બાબા-બેબીનો પ્રેમ... વિડીયો જોઇને હસી...
- જો નરેન્દ્ર મોદીજી આપણા P.M. હજુ 2024 સુધી રહે તો કદાચ આપણી હાલત આવી...
- અચાનક સામે આવી દીપિકા-રણવીરના લગ્નની તસવીર, બોલીવુડમાં મચ્યો...
- આંખોથી આખા ભારતને ઘાયલ કરનાર પ્રિયાનો વધુ એક વીડિયો આવ્યો...
- મહિલાએ ઘોડા ઉપર ઉભા રહીને કર્યો અદભુત ડાન્સ...
- છોકરીને પ્રપોઝ કરવાની આવી રીત તમે ક્યારે નહિ જોઈ હોય...
- અમૃતા અરોરાએ બર્થ ડે કાપ્યો અશ્ર્લિલ કેક, વાયરલ થયા ફોટા,...
- રાજકોટ: ઓપનિંગ સેરેમની રિહર્સલ, ગરબાની રમઝટ, ટાઇગરનો હટકે...
- 2 સ્કેન્ડ ની ભૂલ કોઈ ની ઝીંદગી બરબાદ કરી નાખે, ખાસ જોવા જેવો...
- ગુજરાતી ફિલ્મ મિશન મમ્મી - ગુજરાતી ભાષા અને ગુજરાતી પણાને...
- First Impressions: ડિઝાઇનમાં નેક્સસ 6P જેવો લાગે છે નવો LG G5...
- પૈસા બોલતા હૈ: દહીં-હાંડી ફોડવા માટે લાખો રૂપિયા વસૂલે છે...
- રાની મુખર્જી પતિને રોજ આપે છે ગાળો, જાણો કારણ......
- સામે આવ્યું આમિરની 'દંગલ'નું Trailer, ધોબી પછાડ અને એક્શનથી છે ભરપૂર...
- Fan sharukh khan latest movie official teaser trailer bollywood...
- એક ગુજરાતીનો મસ્ત ડાયલોગ, જરૂર જોજો મજા પડી જશે ...
- કચ્છના સફેદરણમાં ચમકશે સની લિયોન, અરબાઝના સાથે કરશે ગીતનું...
- સર્વશ્રેષ્ઠ વેલેન્ટાઇન ગીફટ, સસ્પેન્સ તમને મારી નાખશે, સાચે જ...
- ગુજ્જુભાઈ ના લગ્ન... હસી હસી ને આંખ માં પાણી આવી જાય એવી કોમેડી...