National

રોમાન્ટિક ઉંટીની રમણીય પહાડીઓમાં ખોવાઇ જાવ

  • select * from tourism_gallery where nid='61'

ઉંટી એક સમયે મોટાભાગના ગુજરાતીઓ માટે બેસ્ટ હનૂમિન ડેસ્ટીનેશન ગણાતું. જો કે આજકાલ તેની પોપ્યૂલારીટી એટલી નથી રહી પણ તેની ખૂબસૂરતી હજી એટલી ની એટલી જ છે. તો પછી જો આ ઉનાળું વેકેશનમાં મોટો ખર્ચો કરવાની ઇચ્છા ના હોય અને છતાં પ્રાકૃતિના સાનિધ્યમાં રહેવું હોય તો મારી વાત માનો ઉંટી જઇ આવો. કારણ કે ઉંટી એક એવી જગ્યા છે જ્યાં ધણું જોવાનું છે. વધુમાં જો તમને પર્વતીય પ્રદેશ ગમતો હોય તો એક વાર તો ત્યાં જવું જ જોઇએ. ચલો અમે પણ તમારી મદદ કરી દઇએ ઉંટીમાં શું જોશો, શું ખાશો, ક્યારે જશો તે બધુ ડિટેલમાં તમને કહી દઇએ જેથી તમારે ચાર પાંચ સાઇટ ખોલી રિસર્ચ કરવાની જરૂર ના પડે. વધુમાં ઉંટી જતી વખતે ગરમ કપડાં, રેનકોટ કે છત્રી અને સારામાંના સ્પોર્ટે શુઝ લેવાનું ના ભૂલતા અહીં અનેક પથરાળ જગ્યાઓ છે જ્યાં મહિલાઓને ઉંચી હિલ સાથે ચાલવું મુશ્કેલ બનશે. અને હા તમે હાલ ના પણ જતા હોવ, ઉંટી તો આ આર્ટીકલ સેવ કરીને ચોક્કસથી રાખજો જેથી તમને નહીં તો કોઇને તો આનો લાભ મળે.

ઉંટી તળાવ
આ એક કૃત્રિમ તળાવ છે. અહીં બોટ ચલાવા સાથે બાળકોને ધોડેસવારી અને રમકડાની ગાડીમાં ફેરવવાની વ્યવસ્થા છે. જે નાના મોટા સૌને ગમે તેવી છે.
 
લેક ગાર્ડન
રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડની પાસે જ આ ગાર્ડન આવ્યું છે. મૂળ બાળકો માટે બનાવેલા આ ગાર્ડનમાં ખાણી પીણીની વ્યવસ્થા હોવાની નાના મોટા બધા મોટી સંખ્યામાં અહીં આવે છે.
 
કેટી વેલી
કેટી વેલી ઉંટીથી 8 કિલોમીટર દૂર કુન્નૂર રોડ પર આવેલી છે. જો તમે કંઇક હટકે જોવા માંગતા હોવ તો અહીં જજો. અહીં નાના નાના ગામ છે અને સોય બનાવાનો ઉદ્યોગ છે તેને દેખજો.
 
દોડ્ડાબેટ્ટા
ઉંટીથી 10 કિલોમીટર દૂર નિલગિરિ પર્વતમાળાની સૌથી ઊંચી પહાડી છે દોડ્ડાબેટ્ટા. તેની ઉંચાઇ 2623 મીટર છે. અને અહીં એક દૂરબીન છે જેમાંથી તમે આસપાસનો વ્યૂ જોઇ શકો છો.
 
બોટનિકલ ગાર્ડન
આ બોટનિકલ ગાર્ડન 1847માં બનાવામાં આવ્યું છે. તેના લેન્ડસ્કેપના લીધે તમને બોટનીમાં રસ નહીં હોય તો પણ લટાર મારવા માટે આ એક સારી જગ્યા છે. વધુમાં અહીં દરેક ઝાડના નામ ને ડિટેલ આપી છે જે તમારા જીકેમાં ફ્રીમાં વધારો કરશે.
 
કાલહટ્ટી ઝરણું
ઉંટીથી 14 કિલોમીટર દૂર આ ઝરણું આવેલું છે. 36 મીટરની ઉંચાઇથી પડતું આ ઝરણું ખૂબજ સુંદર છે. વધુમાં પિકનિક અને ટ્રેકિંગ માટે પણ સરસ જગ્યા છે.
 
વેનલાક ડાઉંસ
ઉંટીથી 8 કિલોમીટર દૂર અહીં, હિદુંસ્થાન ફોટો ફિલ્મ ફેક્ટ્રી આવેલી છે. જો કે તેને જોવા માટે પરમિશન લેવી જરૂરી છે.
 
કૂન્નૂર
ઉંટીથી 30 કિલોમીટર દૂર આ એક શાંત હિલ સ્ટેશન છે. જો તમે ઉંટીની ભીડભાડથી કંટાળી ગયા હોવ તો અહીં જજો. અહીં 12 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલો સિમ પાર્ક છે.

એલ્ફ હિલ્સ

એલ્ફ હિલ્સથી શહેર અને ખાઇનો સુંદર નજરો જોવા ખૂબ જ રમણીય છે.

એવેલોન્ચ
ઉંટીથી 25 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા "ધી મસ્ટ" છે. અહીં ખાસ જજો. અહીં ટી પ્લાન્ટેશન અને સુંદર હિલ રિસોર્ટ છે. વધુમાં નદીમાં માછલી પકડવાનો ટ્રાય જરૂર કરજો પછી ભલે તમે તે માછલીને તરત જ પાણી છોડી દો.
 
કેવી રીતે જશો
ઉંટી કોયમ્બતૂર સૌથી નજીકનું હવાઇ મથક છે. જે ઉંટીથી 88 કિલોમીટર દૂર છે.
 
રેલ માર્ગથી ઉંટી
કોયમ્બતૂર અને ચેન્નઇથી ઉંટી માટે ટ્રેન જાય છે. મેટ્ટપલાયમથી ઉંટી માટે રોજ "ટોય ટ્રેન" જાય છે તમારી ઉંમર ભલે જે પણ હોય પણ આ લાહવો ઉઠાવાનું ભૂલતા નહીં કારણ કે આ ટ્રેનનો આખો રસ્તો ખૂબ જ મસ્ત છે.
 
રોડ માર્ગે ઉંટી
કોયમ્બતૂરથી બસ કે ટેક્સી કરાવીને ઉંટી જઇ શકાય છે. પણ બે-ત્રણ ટ્રેક્સી ડ્રાઇવર જોડે ભાવ ચેક કરી પછી નક્કી કરજો.
 
ઉંટીમાં ક્યાં રહેશો
ઉંટીમાં ફર્નહિલ, લેક વ્યૂ, દાસ પ્રકાશ, તાજ જેવી અનેક હોટલ છે. વેજ હોટલો માટે વેબસાઇટ અને ફોનથી પૃષ્ઠી કરીને જજો.

ક્યારે જશો
એપ્રિલથી જૂન સુધીનો સમય બેસ્ટ છે ઉંટી જવા માટે

શું ખાસો
અહીં તમને સાઉથ ઇન્ડિય ખાવાનું તો મળશે જ સાથે ઉંટી "હોમ મેડ ચોકલેટ" માટે પણ જાણીતું છે. પણ તમે જો તેમાં કાજુ કે બદામ વાળી ચોકલેટ લેવાના હોવ તો જરા ચેતજો કારણ કે કોઇક વાર કાજુ બદામ ખોરા પણ નીકળે છે. અને ગુજરાતી તરીકે ભાવ કરાવાનું ના ભૂલતા.

 

Releated News