National

હરિ તરફ ખેંચતુ ધાર્મિક પ્રવાસન સ્થળ એટલે હરિદ્વાર

  • select * from tourism_gallery where nid='59'

ઉત્તરાખંડના 13 મુખ્ય સ્થળોમાં હરિદ્વાર એક મહત્વનું સ્થાન છે. પ્રાચીન સમયમાં આ નગરીને 'માયાપુરી'ના નામથી ઓળખવામાં આવ હતું.'મંદિરોની નગરી' કહેવામાં આવતા શહેર ખરેખર એક માયાપુરી તરીકે જ માલૂમ પડે છે. હરિદ્વાર ઉત્તરાખંડના ચારેય ધામોનું પ્રવેશ દ્વાર છે. ધાર્મિક સ્થળ હોવાના કારણે અત્રે આખુ વર્ષ દેશ-વિદેશમાંથી સહેલાણીઓની ભીડ લાગેલી રહે છે. વાસ્તવમાં ગંગા નદીના કિનારે વસેલું આ શહેર વિશ્વભરમાં એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે.
હરિદ્વારના વાતાવરણમાં અનોખી પવિત્રતા અને ધાર્મિકતા દેખાઇ આવે છે. નગરમાં ચારેય તરફ ભગવાનના ભજન-કિર્તનનો અનોખો અને પવિત્ર અવાજ ગુંજતો રહે છે. ગંગાના નિર્મળ જળની કલ-કલ ધ્વનિથી મુગ્ધ કરી દેનાર સંગીત પેદા થાય છે. જે અત્રે આવનાર દરેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આખુ વર્ષ અત્રે ભક્તોની ભીડ લાગેલી રહે છે અને ઘણા ભક્તો અત્રે ગંગા સ્નાન કરવા આવે છે જ્યારે ઘણા પ્રવાસીઓ અત્રે દર્શનીય સ્થળોને જોવા અને ફરવા આવે છે.
ક્યારે જશો
જીવનમાં એકવાર તો આ પવિત્ર સ્થળની મુલાકાત જરૂર લેવી જોઇએ. જો આપ પણ હરિદ્વાર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આપને જણાવી દઇએ કે અહીં આવવાનો માટે સૌથી સારો સમય છે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર.
કેવી રીતે જશો
વાયુ માર્ગ- સૌથી નજીકનું હવાઇમથક હરિદ્વારથી 35 કિમી દૂર જૌલી ગ્રાંટમાં છે.
રેલવે માર્ગ- હરિદ્વાર દેશના પ્રમુખ શહેરોથી રેલવે માર્ગ જોડાયેલ છે.
સડકમાર્ગ- દેશના પ્રમુખ શહેરો અને નજીકના પ્રદેશો સાથે હરિદ્વાર સડક માર્ગથી જોડાયેલું છે. દિલ્હી, નૈનીતાલ, શિમલા, લખનઉ, રામનગર, દેહરાદૂન, મથુરા વગેરે શહેરોથી અહી માટે નિયમિત બસો અને ટેક્સીઓ મળી રહે છે.
 
હરની પૈડી
હરિદ્વારના પ્રમુખ ઘાટોમાં હરની પૈડી મોખરે આવે છે. હિન્દુઓના વિભિન્ન ધાર્મિક ઉત્સવો પર આ ઘાટ પર સ્નાન કરવાની જૂની પરંપરા રહી છે. કહેવામાં આવે છે કે ઘાટ પર વહેતી ગંગામાં ડૂબકી લગાવવાથી બધા જ પાપ ધોવાઇ જાય છે.
 
મનસા દેવી મંદિર
આ મંદિર બિલવા પર્વત પર સ્થિત છે. આ મંદિર સુધી પહોંચવા માટે ચાલતા અથવા ઉડન ખટોલાનો સહારો પણ લઇ શકાય છે. આ મંદિરની પોતાની અલાયદી ધાર્મિક મહત્વતા છે.
 
નીલધારા પક્ષી વિહાર અને ચીલા
નીલધારા પક્ષી વિહાર અને ઠંડીની ઋતુમાં વિભિન્ન પક્ષિયોથી ભરેલું રહે છે. અત્રે આવીને ઘણા પ્રકારના દેશી-વિદેશી પક્ષીઓને જોવાનો આનંદ માણી શકાય છે. પીકનીક માટેનું આ ઉત્તમ સ્થળ પણ મનાય છે.
 
ચંડી દેવી મંદિર
આ મંદિર દરેક પૈડીથી માત્ર 3 કિમીના અંતરે આવેલું છે. નીલ પર્વત પર બનેલ આ મંદિર સુધી રોપવે દ્વારા પણ પહોંચી શકાય છે. આ મંદિરનું નિર્માણ કાશ્મીરના મહારાજા સુચાત સિંહે 1929માં કરાવ્યું હતું.
 
દક્ષ મહાદેવ અને સતી કુંડ કનખલ
દક્ષ મહાદેવ અને સતી કુંડ હરિદ્વારથી માત્ર 4 કિમી દૂર છે. અત્રે દક્ષ મહાદેવનું મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે.

સપ્તઋષિ
આ સ્થળ પર ગંગા નદી ઘણી નાની-નાની ધારાઓમાં વહે છે, પ્રવાસીઓ અત્રેનું મનોહર દ્રશ્ય જોતા જ રહી જાય છે. હરની પૈડીથી તેનું અંતર માત્ર 5 કિમીનું છે.
 
ક્યાં રોકાશો
જો આપ હરિદ્વાર જવાનું વિચારી રહ્યા હોવ તો અમે આપને જણાવી દઇએ કે કયા ખાસ સ્થળો પર આપ રોકાશો. અહી ઘાટની આસપાસ આપને સારા એવા સસ્તા લૉઝ, હોટલ અને આશ્રમ પણ મળી રહેશે

 

Releated News