National

Pics: મનાલી-કુફરીમાં મોસમ બન્યું 'આશિકાના'

  • select * from tourism_gallery where nid='57'

હાલમાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાનું હવામાન ખૂબ જ સોહામણું છે કારણ કે શિમલાની આસપાસ સ્થિત મનાલી અને કુફરીના મનોરમ પ્રવાસન સ્થળો પર શુક્રવારે જોરદાર હિમવર્ષા થઇ છે જેના કારણે પ્રવાસીઓને મજા પડી ગઇ છે. લોકો ધરતીની આ સફેદીમાં બિલકૂલ ખોવાઇ જવા માંગે છે.

 

મોસમ વિભાગના હિસાબથી લાહોલ-સ્પીતિ, ચાંબા, મંડી, કિન્નોર, સિમમૌર અને શિમલા જિલ્લાના વધારે ઉંચાઇવાળા વિસ્તારમાં હિમવર્ષા થઇ. લાહોલ-સ્પીતિના મુખ્યાલય કીલાંગમાં 37 સેંટીમીટર અને કાલ્પામાં 36 સેંટીમીટર બરફ વર્ષા થઇ. કીલાંગનું ન્યૂનતમ તાપમાન શૂન્યથી નીચે 0.6 ડિગ્રી સેલ્સિયસ અને કાલ્પાનું શૂન્યથી નીચે 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે અફગાનિસ્તાન-પાકિસ્તાન વિસ્તાર તરફથી વધી રહેલ પશ્ચિમી વિક્ષોભ ક્ષેત્રમાં 24-25 ફેબ્રુઆરીના રોજ પહોંચશે જેના કારણે ક્ષેત્રમાં વધુ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.
બરફની ફેલાયેલી ચાદરે દરેકને પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તસવીરોથી અંદાજો લગાવી શકાય કે આ નૈસર્ગિક સુંદરતા માટે લોકો કેવી રીતે કૂદરત સાથે મોજમસ્તી કરી રહ્યા છે.

Releated News