Gujarat

હનીમૂન માટે કચ્છનું રણ ‘હોટ ડેસ્ટિનેશન’

  • select * from tourism_gallery where nid='107'

 કચ્છના સફેદ રણ-ધોરડો ખાતે દર વર્ષે યોજાતો રણોત્સવ હનીમૂન કપલ્સ માટે 'હોટ ડેસ્ટિનેશન' બની ગયો છે. સફેદ રણમાં ચાંદનીની સાથે હનીમૂન મનાવવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ અને નવપરિણીત યુગલોનો એવો  ધસારો થયો છે કે, ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે રણોત્સવનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરવામાં આવેલાં ખાસ ટેન્ટમાં મુખ્યમંત્રી રોકાશે. આ અગાઉ મુખ્યમંત્રી ભૂજના ઐતિહાસિક કાળા ડુંગર પર ભગવાન દતાત્રેય મંદિરમાં પૂજન-અર્ચન કરીને કોમ્યુનિટી હોલનું ભૂમિપૂજન કરશે.  રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા કચ્છમાં ધોરડો ખાતે 24 ડિસેમ્બરથી 23 ફેબ્રુઆરી-2016 દરમિયાન યોજાનારા રણોત્સવમાં સફેદ રણની ચાંદનીમાં હનીનુન માણનારાઓ નવપરિણીત યુગલો વિદેશી પ્રવાસીઓના બુકિંગને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે. રણોત્સવમાં 46 ટેન્ટની સાથે 30 જેટલા  રજવાડી ભૂંગા બનાવવામાં આવ્યા છે.  રણોત્સવના સાથે સંકળાયેલા અક્ષર ટ્રાવેલ્સના એમ.ડી. મનિષ શર્માએ જણાવ્યું કે, આ વર્ષે રણોત્સવમાં દિલ્હી,  બેંગલોર, ચેન્નઇ, પુના, મુંબઇ, હેદ્રાબાદ, કોલક્તા જેવા મોટા શહેરોમાંથી પુષ્કળ પૂછપરછ અને મોટાભાગના બુકિંગ થઇ રહ્યા છે, સાથેસાથે 17 થી 18 ટકા એનઆરઆઇ બુકિંગ થયા છે. આ વખતે નવપરિણીત યુગલ માટે ખાસ વુડન ફલોરીંગ વાળા ટેન્ટ ડિઝાઇન કરાયા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, આ યુગલ-નવદંપતિના ટેન્ટમાં ચાંદની રાતનું અજવાળુ આવે તેવી બારી રાખવામાં આવી છે. આ યુગલોને સફેદ રણની ચાંદનીમાં કેન્ડલ લાઇટ ડિનર પણ  પીરસવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ રણોત્સવના ઉદ્ધાટન માટે બુધવારે સાંજે ધોરડો જવા રવાના થયા છે. જ્યાં તેઓ કચ્છના રણને નો-પ્લાસ્ટીક ઝોન તથા ટેન્ટસિટીમાં એકત્ર થતા ઓર્ગેનિક કચરામાંથી  ખાતર બનાવવાના પ્રોજેક્ટનને પણ ખુલ્લો મુકશે. રણોત્સવમાં અન્ય સુવિધાઓમાં સ્પા,નેચરોપથી, હોર્સ રાઇડીંગ, બર્ડ વોચીંગ, કેમલ સફારી, એટીવી રાઇડ, પેરાગ્લાઇ઼ડીંગ સાથે સાથે પુલ ટેબલ, ટેબલ ટેનિસ, આર્ચરી, નેટ ક્રિકેટ જેવી રમતો પણ પ્રવાસીઓેના આકર્ષણમાં વધારો કરશે.  કચ્છના સફેદ રણ-ધોરડો ખાતે 24 ડિસેમ્બરે રણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી કરાવશે. આ વખતે સૌ પ્રથમવાર ઉદઘાટન સમારંભમાં નેપાળ, ચીન, યમન, 

કઝાકિસ્તાન, શ્રીલંકા, સોમાલિયા અને તાઈવાન સહિતના વિવિધ દેશોના એમ્બેસેડર-હાઈ કમિશનર હાજર રહેશે. વિદેશી મહેમાનોમાં વિવિધ ક્ષેત્રો-ઓર્ગેનાઈઝેશનના ઉચ્ચ પ્રતિનિધિઓ પણ રણોત્સવની મુલાકાત લેશે. સૂત્રોએ જણાવ્યું કે, રણોત્સવનું રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવા માટે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ દર વર્ષે યોજાતી ડીજી મીટ ધોરડો ખાતે યોજી હતી. હવે રણોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળે તેવા હેતુથી વિવિધ દેશોના એમ્બેસેડરને 
આમંત્રણ આપવામાં આવ્યું છે. 

Releated News