National

તસવીરો જોશો તો ચોક્કસ ગોઠવી દેશો દાર્જિલિંગનો પ્રવાસ

  • select * from tourism_gallery where nid='53'

દાર્જિલિંગ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જિલિંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ 6710 ફુટ છે. પ્રવાસન સ્થળ તરીકે દાર્જિલિંગ આગવું મહત્વ ધરાવે છે. આ શહેરનો ઇતિહાસ મધ્ય ઓગણીસમી સદી સુધી જાય છે. શરૂઆતમાં અહીં બ્રિટિશરોએ અહીં એક સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો. ત્યાર બાદ અહીં ચાનું વાવેતર કરવામાં આવ્યું. અહીં વાવતરકારોએ કાળી ચાની સંકર પ્રજાતિઓ અને આથવાની નવી પદ્ધતિઓ વિકસાવી. આને પરિણામે એક ખાસ ચા અસ્તિત્વમં આવી જે આજે દાર્જિલિંગ ચા તરીકે વિશ્વમાં સૌથી પ્રચલિત બની. દાર્જિલિંગ હિમાલયન રેલવે, જે દાર્જિલિંગ નગરને સમથર સ્થલ સાથે જોડે છે તે 1999માં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું હતું. અત્રે ઠંડીનો મૌસમ ઓક્ટોબરથી માર્ચ સુધી હોય છે. આ દરમિયાન અત્રે ખૂબ જ ઠંડી હોય છે.

સિંગલા

રંગીત નદીના કિનારા પર સ્થિત સિંગલા એક સુંદર પ્રવાસન સ્થળ છે અત્રેની પ્રકૃતિની સુંદરતા પ્રવાસીઓનું મન મોહી લે છે. હંમેશા અત્રે સહેલાણીઓની ભીડ રહે છે.

મજિતાર
આ સ્થળ દાર્જલિંગથી 21 કિલોમીટર દૂર આવેલું છે. પ્રવાસીઓને આ સ્થળ ખૂબ જ પસંદ પડે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે અત્રે ઉત્તમ સ્થળ છે. અત્રે એક શાંત વાતાવરણ પ્રવાસીઓને શાંતિની અનુભૂતિ કરાવે છે, જ્યાં રહેવાની તેઓ હંમેશા ઝંખના કરે છે.
 
જાપાની મંદિર
આ મંદિરનું અસલી નામ 'નિપો મીહોજી' છે. આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અત્રેથી આપ હિમલાયની કંચનજંઘા પર્વતમાળાનો સુંદર નજારો જોઇ શકો છો. વિશ્વમાં શાંતિ લાવવા માટે ફૂઝી ગુરુએ આ સ્તૂપની સ્થાપના કરી હતી, જે મહાત્મા ગાંધીના ગુરુ હતા.
 
લાયડ વનસ્પતિ
ઉદ્યાન લાયડ વનસ્પતિ ઉદ્યાનની ગણતરી દુનિયાના જાણીતા ઉદ્યાનોમાં કરવામાં આવે છે. 40 એકરમાં ફેલાયેલ આ ઉદ્યાનમાં વિદેશી વનસ્પતિઓનું સારુ એવું સંગ્રહ છે. આ ઉદ્યાનની સ્થાપના 1878 કરવામાં આવી હતી. આ ઉદ્યાનની એક પોતાની ખાસિયત છે, અહીથી દાર્જલિંગની સુંદર વાદીઓ વધું સુંદર લાગે છે.

નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય

આ સંગ્રહાલયમાં હિમાલય ક્ષેત્રમાં મળી આવતા પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને પહાડોના નમૂનાઓનો સંગ્રહ છે. આ સંગ્રહાલય પદ્મજા નાયડૂ જૈવિક સંસ્થાન પાસે સ્થિત છે. ઘણા પ્રકારના અત્રે પશુ-પક્ષીઓ છે, જે અદભૂત છે.

 

હિમાલય પર્વતારોહણ
અત્રે પર્વતારોહણની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સંસ્થામાં એક સંગ્રહાલય છે, જેમાં વિદેશી પર્વતારોહીઓના કપડા અને અન્ય સામાન સુરક્ષિતરીતે મૂકવામાં આવે છે. ગોરખા દુ:ખ નિવારક સંઘ- 1932માં સ્થાપિત આ સંઘ ગરીબ, અસહાય લોકોના કલ્યાણ માટ બનેલું જે હંમેશા તત્પર રહે છે. હિમાલય હિન્દી-ભવન હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે આ સંસ્થા ઘણા વર્ષોથી ક્રિયા શીલ છે.
 
રોપવે
દાર્જલિંગમાં રોપવેની વ્યવસ્થા પણ છે. દાર્જલિંગ સિટી અને સિંગલા બજારની વચ્ચે લગભગ 8 કિલોમીટરનું અંતર રોપવે દ્વારા નક્કી કરવામાં આવી શકે છે. આ ભારતની સૌથી પહેલી અને સૌથી લાંબી રોપવે છે. તેની યાત્રા કરવી રોમાંચક બની રહે છે.
 
શ્રવરિ
જવાહર પર્વત પર સ્થિત આ સુંદર બાગથી કંચનજંઘા પર્વતમાળા અને સિંઘલા ઘાટીના આકર્ષક અને સુંદર નજારાઓને મન ભરીને જોઇ શકો છો.

ગર્ગ વર્લ્ડ એમ્યૂઝમેંટ પાર્ક

દાર્જિલિંગના મુખ્ય બજારથી 4 કિલોમીટરના અંતર પર સ્થિત આ પાર્ક બાળકોની સાથે સાથે મોટેરાઓને પણ આકર્ષિત કરે છે. આ પાર્કમાં ઘણી આકર્ષિત કરતી વસ્તુઓ છે, જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાનું પસંદ કરે છે.

સુખિયા પોખરી
આ સુંદર પ્રવાસન સ્થળનું ઉદઘાટન 1999માં કરવામાં આવ્યું હતું. અત્રે દાર્જલિંગનું સમીપવર્તી પ્રવાસન સ્થળ છે. દાર્જિલિંગના આકર્ષણ દ્રશ્યોને જોવા માટે

તાદાખ
તાદાખ પિકનિક સ્થળ દાર્જિલિંગથી 26 કિલોમીટર દૂર છે. અત્રેના મુખ્ય આકર્ષણોમાંથી એક આર્કિડના સુંદર ફૂલ છે, અત્રે સ્થિત આર્કિડ કલ્ચર સેંટરમાં આર્કિડની નવી નવી જાતીઓ વિકસીત કરવામાં આવે છે.
 
ઘૂમ મઠ
ઘૂમ મઠ એક રમણીય સ્થળ છે તે દાર્જિલિંગથી માત્ર 8 કિલોમીટરના અંતરે સ્થિત છે. જે અત્રેના બૌદ્ધોનું ઇગા ચોલિંગ મઠ છે. ઇતિહાસકારોના અનુસાર આ મઠની સ્થાપના ધાર્મિક કાર્યો માટે નહીં પરંતુ રાજનીતિક બેઠકો માટે કરવામાં આવી હતી. જેની સ્થાપના 1850માં કરવામાં આવી હતી.
 
શાક્યા મઠ
આ મઠ દાર્જિલિંગથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. શાક્યા મઠ શાક્ય સમ્પ્રદાયનું ખૂબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મઠ છે. આ મઠની સ્થાપના 1915માં કરવામાં આવી હતી. જેમાં એક પ્રાર્થના કક્ષ પણ છે. આ પ્રાર્થના કક્ષમાં એક સાથે 60 બૌદ્ધ ભિક્ષુ પ્રાર્થના કરી શકે છે.

હવાઇ યાત્રા દ્વારા

દાર્જિલિંગ દેશના દરેક મોટા હવાઇમથક સાથે જોડાયેલ છે. બાગદોગરા (સિલીગુડી) અત્રેનું સૌથી નજીકનું હવાઇ મથક છે. જે દાર્જિલિંગથી માત્ર 2 કલાકના અંતરે આવેલું છે.

રેલવે યાત્રા
ન્યૂ ઝલપાઇગુડી દાર્જિલિંગનું નજીકનું સ્ટેશન છે. આ સ્ટેશન દેશના પ્રમુખ રેલવે સ્ટેશનોથી જોડાયેલ છે. અત્રેની ટ્રોય ટ્રેનમાં મુસાફરી કરવાનો આનંદ જ કંઇ અલગ છે.
 
સડક માર્ગ
દાર્જિલિંગ સિલીગુડી, ન્યૂ ઝલપાઇગુડી, બાગડોગરા, ગંગટોક વગેરે શહેરોથી જોડાયેલ છે. કલકત્તા, પટના વગેરે શહેરો માટે અત્રે બસ સેવાઓ ઉપલબ્ધ છે. તો પછી શેની રાહ જોઇ રહ્યા છો. ચાલો દાર્જિલિંગની મુસાફરીએ.

Releated News