National

કોઇપણ ઋતુમાં જઇ શકાય તેવી જગ્યા એટલે કેરળ

  • select * from tourism_gallery where nid='54'

ભારતની દક્ષિણે આવેલ કેરાલા બેકવોટર્સ અને ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. એકસરખું વાતાવરણ, લાંબો દરિયાકિનારો, હિલ સ્ટેશનો અને વાઈલ્ડ લાઈફ કેરાલાનું આકર્ષણ છે. વિશ્વના પ્રવાસ પ્રેમી લોકો અહીંની સુંદરતથી આકર્ષાય છે અને અહીં આવ્યા વગર રહેતા નથી.

તિરુવનન્તપુરમ્
કેરાલાની રાજધાની છે. સાત પહાડોની વચ્ચે આવેલું આ સ્થળ 2192 સ્કેવર કિ.મી. ક્ષેત્રફળમાં વિસ્તરેલ છે. લાંબો દરિયાકિનારો, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એવા બીચ, ઐતિહાસિક મોન્યુમેન્ટ, બેકવોટર્સ તિરુવનન્તપુરમ્ને મળ્યા છે. અહીં શ્રી પદ્મનાભ સ્વામી મંદિર, શકુમુખમ્ બીચ, નેયર ડેમ, પદ્મનાભપુરમ્ પેલેસ, ભારતની સીમા કન્યાકુમારી, કોવાલમ બીચ, ગિરિમથક પોનમુડી, બેકવોટર્સ (વિલેજ) કુમારકોમ, વર્કાલા, કોલ્લામ્, કાજુના ટ્રેડિંગ-પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટેનું સેન્ટર, શ્રી ચિત્રા આર્ટ ગેલેરી, કુથિર મલિકા પેલેસ, કનિકાકુન્નુ પેલેસ, પ્રિયર્દિશની પ્લેનેટોરિમ, બાયો ટેકનોલોજી મ્યુઝિયમ જેવા જોવાલાયક સ્થળો છે.

કન્યાકુમારી

ભારતની દરિયાઈ સીમા પર આવેલું છે. હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાનો ઉપસાગર ત્રણ સમુદ્રનું મિલનસ્થળ છે. ત્રણ સમુદ્રના અલગ અલગ રંગના પાણી જોવાનો પણ એક સુંદર અનુભવ છે. દરિયાના ઘૂઘવતા પાણી વચ્ચે વિવેકાનંદ રોક શાંતિ આપતું સ્થળ છે. દુનિયાથી ક્યાંક અલગ સ્થળે આવી ગયાનો સંતોષપૂર્ણ આનંદ અહીં મળે છે. કન્યાકુમારી મૂર્તિ મંદિર આવેલું છે. અતિ લીલોતરીથી ભરપૂર આ સ્થળે દરિયાકિનારે, ક્ષિતિજે થતો સૂર્યોદય-સૂર્યાસ્ત જોવાલાયક છે.

પોનમુડી
તિરુવનન્તપુરમ્થી 61 કિ.મી.ના અંતરે આવેલું દરિયાઈ સપાટીથી 1000 મીટરની ઊંચાઈએ આવેલું પિકનિક સ્પોટ જેવું હિલ સ્ટેશન છે. પર્વતીય સાંકડા રસ્તાઓ, લીલાંછમ વૃક્ષોની હારમાળા, પવનની શીતળ લહેરો અને કુદરતી દૃશ્યની ભરમાર સુંદર અનુભવ કરાવી જાય છે.

કોવાલમ બીચ : તિરુવનન્તપુરમ્થી 18 કિ.મી.ના અંતરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલો કોવાલમ બીચ આવેલો છે. બીચ પરનું આયુર્વેદિક મસાજ, યોગા અને વોટર સ્પોર્ટ્સ પ્રવાસીઓના આકર્ષણ કેન્દ્ર સમાન છે.

કુમારકોમ (બેકવોટર્સ વિલેજ) : કોટ્ટાયામથી 10 કિ.મી. અંતરે આવેલ છે. વેમ્બનાડ સરોવરના પૂર્વ કિનારે આવેલું આ સ્થળ કેરાલાના ટિપિકલ ગામડાંનું દર્શન કરાવે છે. ડાંગરના લીલાંછમ ખેતરો, નાળિયેરીના ઝાડથી ઘેરાયેલો કિનારો અત્યંત મનમોહક છે. દેશાંતર ફરીને જતાં પક્ષીઓ માટે બનાવવામાં આવેલ વિશ્રાંતિ સ્થળ જોવાલાયક છે.

અર્નાકુલમ્ (કોચીન)
દુનિયાનું સૌથી સુંદર પ્રાકૃતિક બંદર છે. કોચીન પાસે એકએકથી ચડિયાતા બંદર છે. આથી જ કદાચ તેને 'ક્વીન ઓફ અરેબિયન સી' કહે છે. અહીં બોલઘાટી આઈલેન્ડ, વિલિંગ્ટન આઈલેન્ડ, ડચ પેલેસ, ચાઈનીઝ ફિશિંગ નેટ, ફોર્ટ કોચીન, ગુન્ડુ આઈલેન્ડ, કોચીન મ્યુઝિયમ, સેંટ ફ્રાન્સિસ ચર્ચ જેવા જોવાલાયક સ્થળો છે.

એલેપ્પી

એલેપ્પીને પૂર્વનું 'વેનિસ' કહે છે. વિવિધ પ્રકારના બ્રિજ અને કેનાલનું શહેર છે. અહીં યોજવામાં આવતી નહેરુ ટ્રોફી બોટરેસ પ્રવાસીઓનું આગવું આકર્ષણ છે.

Releated News