National

સહેજ ધ્યાન ખસ્યું તો નહીં મળે નામોનિશાન, આ છે ભારતના 7 Dangerous રોડ

  • select * from tourism_gallery where nid='104'

મે વિદેશમાં આવેલા એડવેન્ચર્સ અને ખતરનાક રસ્તાઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એવા રસ્તાઓ વિશે જણાવીશું જે ભારતમાં આવેલા છે અને અત્યંત જોખમી પણ છે. આ રસ્તાઓના ફોટાઓમાં તે કેટલા જોખમી છે એ સમજી શકાય છે. તો પછી ત્યાથી પસાર થવું તો કેટલું અઘરું હશે. આમાના કેટલાક રસ્તાઓ તો એવા છે જ્યાંથી પસાર થનારને સાવધાની રાખવાની ખાસ સુચનાઓ પણ આપવામાં આવે છે.
 
જોજી લો પાસ
પહેલો ફોટો જોજી લા પાસનો છે. શ્રીનગરથી લદ્દાખને જોડતા 'જોજી લા પાસ' રસ્તાને ભારતના જોખમી રસ્તાઓમાનો એક ગણવામાં આવે છે. આ રસ્તો સમુદ્રની સપાટીથી 3538 મીટર ઉપર છે. આ બહુ સાંકડો રસ્તો છે અને ચોમાસામાં અહીં બહુ કાદવ ભેગો થઈ જાય છે. તોફાન આવે ત્યારે તો આ રસ્તાપરથી પસાર થવાને અત્યંત જોખમી માનવામાં આવે છે. જ્યારે હિમવર્ષા, ઝડપથી ફૂંકાતા પવન અને પહાડ ધસી પડવાના બનાવો પણ બનતા હોવાથી પણ અહીં ટ્રાફિક જામ થતો હોય

કિન્નોર રોડ
આ રસ્તો પહાડને કાપીને બનાવાયો છે. ઘણી જગ્યાએ તો રસ્તો બહુ સાંકડો થઈ જાય કે ચલાવનારના શ્વાસ અદ્ધર થઈ જાય.

ખર્દુંગ લા
આ જોખમી રસ્તાને તો ગિનીઝ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. ખર્દુંગ લા કારવાં રૂટ પર આવેલો રસ્તો છે. જે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિલ્ક ટ્રેન્ડિંગ રૂટ તરીકે ફેમસ હતો.

લેહ મનાલી હાઈ વે
લેહ મનાવી હાઈવેને દેશનો સૌથી ખતરનાક હાઈવે માનવામાં આવે છે. તેની લંબાઈ 479 કિમી છે. આ રસ્તો જમ્મુ-કાશ્મીરથી મનાલીને કનેક્ટ કરે છે. આ  રસ્તો અવારનવાર ધોવાઈ જતો હોય છે.

રોહતંગ પાસ
આ રસ્તો સમુદ્રની સપાટીથી 3979 મીટર ઉપર હિમાલયના પિંજલ રેન્જના પૂર્વમાં આવેલો છે. ભારે હિમવર્ષાને કારણે આ રસ્તો પાર કરવામાં બહુ સમય લાગે છે. ઘણીવાર તો આ રસ્તો અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવે છે.

નાથુ લા પાસ
આ સિક્કિમ અને ચીનને જોડતો રસ્તો છે. ભારત અને ચીન વચ્ચેની ત્રણ ટ્રેડ લિંક વચ્ચેનો આ એક છે. આ હિમાલયમાં આવેલો છે.

ચાંગ લા પાસ
આને દુનિયાનો સૌથી ઊંચાઈ પર ગાડી ચલાવવાનો ત્રીજો રસ્તો કહી શકાય. લદ્દાખમાં આવેલો આ  રસ્તો તમારે પૈંગોગ લેકથી લેહ જતી વખતે પાર કરવાનો હોય છે.

Releated News