International

આંખો પલકારા મારવાનું ભૂલી જાય એવા અનોખા છે, વિશ્વના આ 10 ફાઉન્ટેન!

  • select * from tourism_gallery where nid='25'

દુનિયામાં હરવા ફરવા માટે અનેક સ્થળો જાણીતા છે. પાર્ક, હનીમૂન સ્પોટ, મ્યુઝિયમ અને અન્ય અનેક સ્થળો. પરંતુ શું તમે ક્યારેય પાણી અને તેની લાઇફના અનેક રંગરૂપ જોવાનો વિચાર કર્યો છે. આજે અહીં દુનિયાના 10 બેસ્ટ ફાઉન્ટેન્સ અંગે માહિતી આપવામાં આવી છે, જેને જોઇને તમે ચોક્કસથી આશ્ચર્યચક્તિ થઇ જશો.
 
બાનપો મૂનલાઇટ રેનબો ફાઉન્ટેન (સિયોલ)
આ ફાઉન્ટેન વિશ્વના સૌથી સુંદર ફાઉન્ટેનમાંથી એક ગણાય છે. આ ફાઉન્ટેન 1,140 મીટર ઉંચા પૂલના કિનારે બનાવેલો છે, જ્યાં 10,000 એલઇડી લાઇટ્સ અને 380 વોટર જેટ લગાવેલા છે. આ ફાઉન્ટેનું પાણી સીધું હૈન નદીમાંથી આવે છે, ઉપરાંત તેમાં ટાઇમ અને મ્યૂઝિક એકસાથે ફિક્સ કરવામાં આવ્યું છે. જેવો આ ફાઉન્ટેન શરૂ થશે તેમાં મ્યુઝિક વાગવાનું શરૂ થઇ જાય છે. આ ફાઉન્ટેન શોને જોવા માટે ઓક્ટોબરથી લઇને એપ્રિલ સુધી ગમે તે સમયે જઇ શકાય છે.

સ્વારોવસ્કી ક્રિસ્ટલ હેડ ફાઉન્ટેન (ઓસ્ટ્રિયા)

મ્યુઝિયમના એન્ટ્રન્સાં જ તમને વ્યક્તિના ચહેરાની માફક આકૃતિ જોવા મળશે, જે ઘાસથી કવર કરવામાં આવી છે. તેના મોઢામાંથી પાણી નિકળતું રહે છે. આ ફાઉન્ટેનને ઓસ્ટ્રેલિયાના ડિઝાઇનર આંદ્રે હેલરે બનાવ્યો છે. આ ફાઉન્ટેનમાં સ્વરોસ્કી ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફાઉન્ટેન વિશ્વના સૌથી મોટા કેલિડોસ્કોપની માફક લાગે છે. અત્યારે તો આ બંધ છે. તમે આ પાર્ક અને ફાઉન્ટેનને જોવા માટે મેથી જૂન મહિના દરમિયાન જઇ શકો છો.

ફાઉન્ટેન ઓફ બેલાજિયો, લાસ વેગાસ

આ ફાઉન્ટેનને બનાવવામાં 40 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. 8 એકર જમીનમાં બનાવેલા આ ફાઉન્ટેનની બનાવટમાં 1,200 પાઇપ્સ લગાવવામાં આવી છે અને તેની ઉંચાઇ 8,000 મીટર છે. તેમાં 4,500 લાઇટ્સ લગાવવામાં આવી છે. ફાઉન્ટેનની લાઇટ્સ અને પાણીની ઉંચાઇ 24 ફ્લોર સુધી જાય છે. આ ફાઉન્ટેનની દેખરેખ 30 એન્જિનિયરોના હાથમાં છે જેઓ સ્કૂબા ડાઇવિંગમાં પરફેક્ટ છે. આ ફાઉન્ટેનનો શો દરરોજ થાય છે તેથી તમે કોઇ પણ સમયે તેની મુલાકાત લઇ શકો છો.

ફાઉન્ટેન ઓફ વેલ્થ, સિંગાપુર

આ ફાઉન્ટેનનું નામ 1998માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને સિંગાપોરના બહારના એરિયામાં સનસેટ સિટી મોલની પાસે બનાવવામાં આવ્યો હતો. આ ફાઉન્ટેનનો એરિયા 1,683 વર્ગમીટર છે અને તેની ઉંચાઇ 13 મીટર છે. આ ફાઉન્ટેનમાં લોકો કોઇન નાખે છે અને ફાઉન્ટેન બંધ થવા પર ગુડલક તરીકે તેને ઉઠાવી લે છે.

ટેપ ફાઉન્ટેન, મેનોર્કા, સ્પેન

આ ફાઉન્ટેન તમને સ્પેનના મેનાર્કા શહેરના સાંતા ગલદાનામાં જોવા મળશે. ટેપની માફક દેખાવ ધરાવતા આ ફાઉન્ટેનમાં પાતળા પાઇપ લગાવેલા છે, જે પાણીનું પ્રેશર ઝડપી રાખે છે. આ એકદમ યુનિક સ્ટાઇલ છે. આ જ પ્રકારના અન્ય ફાઉન્ટેન સ્પેનમાં પણ ઘણાં બધા છે જે પાર્કમાં બનેલા છે.

ક્રાઉન ફાઉન્ટેન, શિકાગો

શિકાગોનો આ ફાઉન્ટેન અત્યંત સુંદર છે. બે ઇમારતોની વચ્ચે બ્લેક કલરની એલઇડી લગાવવામાં આવી છે. જેનાથી લાઇટનું રિફ્લેક્શન થાય છે. જેનાથી ખૂબ જ સુંદર દ્રશ્ય ઉત્પન્ન થાય છે. ફાઉન્ટેનની એલઇડીમાં વોટરફોલનો વીડિયો પણ ચાલે છે. વીડિયોમાં આ પ્રોજેક્ટને તૈયાર કરનારા લોકો પણ દર્શાવવામાં આવે છે.

દુબઇ ફાઉન્ટેન

જો તમે દુબઇમાં ફરી રહ્યા હોવ તો, તમને અહીં ઉંચી ઇમારતોની વચ્ચે સુંદર ફાઉન્ટેન જોવા મળશે. દુબઇની સૌથી પ્રખ્યાત ઇમારત બુર્જ ખલીપાની સામે 30 એકરમાં ફાઉન્ટેન છે. આ ફાઉન્ટેનમાં લગાવેલા 5 રિંગ વોટર જેટથી પાણી 50 ઇમારતો સુધી જાય છે. તેમાં 6,600 એલઇડી અને 25 કલર પ્રોજેક્ટ્સ લગાવેલા છે, જે પાણી ઉપર અલગ અલગ પ્રકારની ઇમેજ ડિસપ્લે કરે છે. ફાઉન્ટેનની વચ્ચે લગાવેલા બીમને તમે 20 માઇલ દૂરથી પણ જોઇ શકો છો. આ ફાઉન્ટેનમાં દરરોજ અલગ અલગ પ્રકારનું મ્યુઝિક વાગે છે, જે આ ફાઉન્ટેનનું ખાસ આકર્ષણ છે.

એક્વોનોરા, ઇફ્ટેલિંગ

2012માં નેધરલેન્ડના ઇફ્ટેલિંગ થીમ પાર્કની 60મી એનિવર્સરી ઉજવવા માટે આ ફાઉન્ટેને બનાવવામાં આવ્યો હતો. તે માટે 200 ફાઉન્ટેન અને 900 લાઇટ્સને સાથે લગાવવામાં આવી હતી. આ ફાઉન્ટેનમાં પાણી અને લાઇટને સાઉન્ડની સાથે સેટ કરવામાં આવ્યા છે. આ ફાઉન્ટેનને જોવા માટે દરરોજ અંદાજિત 6,500 લોકો આવે છે. એક સાથે જ્યારે લાઇટ, વોટર અને મ્યુઝિક ચાલે છે ત્યારે તે દ્રસ્ય અત્યંત આકર્ષક અને મનોહર લાગે છે.

સ્કિઓટો માઇલ ફાઉન્ટેન, કોલંબિયા

આ ફાઉન્ટેનને 1,393 સ્ક્વેર મીટરમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સ્ટેનલેસ સ્ટીલની ફ્રેમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત 110 ફોગ નોઝલ્સ પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી પાણી 22 મીટરની ઉંચાઇ સુધી હવામાં જાય છે. આ ફાઉન્ટેનને એપ્રિલથી લઇને ઓક્ટોબર સુધી જ ચલાવવામાં આવે છે. તેથી આ ફાઉન્ટેનને જોવા માટે તમારે આ દિવસો દરમિયાન જ જવાનું રહેશે.

લોટ્ટે વર્લ્ડ મ્યુઝિકલ ફાઉન્ટેન, સાઉથ કોરિયા

સાઉથ કોરિયામાં તમને દુનિયાના બેસ્ટ ફાઉન્ટેન જોવા મળી શકે છે. આ ફાઉન્ટેનને 2010માં ગ્વોન્ગબોકલોટ્ટે ડિપાર્ટમેન્ટ સ્ટોર, બુસાનમાં બનાવવામાં આવ્યો છે. તેને જોવા માટે માત્ર ત્રણ અઠવાડિયામાં 500,000 લોકો આવે છે. આ જ ફાઉન્ટેનને જોવા માટે 20,000 લોકો રોજ આવે છે. તેના કારણે બુસાન આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ ફાઉન્ટેનમાં હાઇટેક ડિસપ્લે ઇન્કોર્પોરેટ સાઉન્ડ, લાઇટ અને કલર લગાવવામાં આવ્યા છે. લાઇટ અને કલરને અલગ અલગ 16 ગીતોના સાઉન્ડ ટ્રેકની સાથે સેટ કરવામાં આવ્યા છે.

Releated News