International

બરફ બની ગયો 250 માઈલ લાંબો વૉટરફૉલ, જોવા જામી ભીડ

  • select * from tourism_gallery where nid='116'

ચીનના હેબેઈ પ્રોવિન્સમાં તાપમાન માઈનસ 12 ડિગ્રી સુધી પહોંચી જવાથી પહાડોની સુંદરતા વધારે નીખરી છે. વાત એમ છે કે અહીં તેહંગ પહાડથી પાણી વહે છે પણ ઓછા તાપમાનને બરફમાં ફેરવાઈ જાય છે.

જોવા આવે છે ટૂરિસ્ટ

આ અદભુત દ્શ્યના ફોટા સોશિયલ સાઈટ પર બહુ વાયરલ થઈ રહ્યાં છે. સામાન્ય રીતે હિમવર્ષામાં પણ આટલો સુંદર નજારો જોવા ના મળતો હોવાથી આ ફોટો વાયરલ થઈ રહ્યાં છે. આશરે 250 માઈલ ક્ષેત્રમાં આવેલો વૉટરફૉલ બરફમાં ફેરવાઈ ગયો છે. એક રિપોર્ટમાં કહેવાયુ છે કે આવું દૃશ્ય 4 વર્ષ પહેલાં 2012માં જોવા મળ્યું હતું. હેબેઈ પ્રોવિન્સમાં શિયાળામાં તાપમાન 1થી માઈનસ 12 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે.
 
તેથી જ દરવર્ષે શિયાળામાં અનેક પ્રવાસીઓ આ કુદરતી નજારાની મજા માણવા અહીં પહોંચી જતા હોય છે. પરંતુ આ વર્ષે અહીં આવનારા ટૂરિસ્ટ પોતાને વધારે નસીબદાર માને છે. તૈહંગ પહાડની ઊંચાઈ 9455 ફૂટ છે.
 

 

 

Releated News