International

ભરપૂર વર્જિન સૌદર્ય ધરાવતું બહામા

  • select * from tourism_gallery where nid='56'

પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ બહામા મોટા પ્રમાણમાં પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. એટલાન્ટિક સમુદ્ર, કેરેબિયન સમુદ્ર અને ૭૦૦થી વધુ દ્વીપથી ઘેરાયેલો ફ્લોરિડાથી ૫૦ માઇલ દુર ઉષ્ણ હવામાન ધરાવતો આ બહામા ટાપુ બીચ પ્રેમીઓ માટે એકદમ યોગ્ય છે. બહામાની રાજધાની નસાઉ ઉપરાંત ગ્રાન્ડ બહામા , એન્ડ્રોસ , કેટ આઇ લેન્ડ તેમજ સાલ્વાડોર જેવી માનવ વસ્તીથી ભરપૂર જાણીતી જગ્યા ઉપરાંત લગભગ બીજા એવા ૩૦ ટાપુઓ છે જ્યાં માનવ વસ્તી નહીવત છે.

એક સમયે દરિયાઈ ચાંચિયા માટે સ્વર્ગ મનાતું બહામા આજકાલ પ્રવાસીઓની મનગમતી જગ્યા બની ગઈ છે જ્યાં ફીશીંગ , બોટીંગ, સ્નોર્કેલિંગ , સ્કુબા ડાઇવીંગ ,વોટર સ્કુટર રાઇડીંગ , પેરાસેઇલીંગ કરવાવાળા અને બેફિકર થઈને ગોરી ત્વચાને તામ્રવ્રર્ણી કરવા સનબાથ લેવા આવનાર લોકોનો ધસારો વધવા માંડ્યો છે.

બહામાની રાજધાની નાસાઉ પ્રવાસીઓ માટેની સૌથી વધુ આકર્ષણ ધરાવતી જગ્યા છે. મન મોહી લે એવા રિસોર્ટ, શોપિંગ સેન્ટર , રેસ્ટોરન્ટ ઉપરાંત મનોરંજન માટેના અવનવા આકર્ષણો અહીં છે. નસાઉના આટ્લાંટીસ ઉપરાંત કેબેજ બીચ, ગ્રાન્ડ બહામા, એન્ડ્રોઝ હાર્બર આઇલેન્ડ , બ્લુ લગૂન આઇ લેન્ડ, બિમિનિ, લ્યુસ્યન નેશનલ પાર્ક જેવા આકર્ષણ પણ છે જ્યાં પ્રવાસીઓ મન મુકીને વેકેશન માણી શકે છે.

અલબેલું નાસાઉ પ્રવાસીઓ માટે નાસાઉ એક એવી વિશાળ જગ્યા છે જ્યાં સમય પસાર કરવા માટે દિવસે સૂર્યના કિરણોમાં ચમકતી સુંવાળી રેતથી છાવાયેલો બીચ છે અને રાત્રે રોશનીથી ઝળહળતી નાઇટ લાઇફ છે. નાસાઉનો એટ્લાંટીસ રિસોર્ટ એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે જ્યાં દરિયાઇ વનસ્પતિ તેમજ જળચરનો પણ સમાવેશ થઈ શકે. આટલાંટીસની ટુર દરમ્યાન અન્ડર ગ્રાઉન્ડ એક્વેરિયમમાં અવનવા અગમ્ય જળચરની ઓળખ આપવામાં આવે છે એ નાનાં બાળકો જ નહીં પણ મોટેરાઓ માટે પણ રસપ્રદ બની રહે છે.

બહામા કોઇપણ ઋતુમાં જઈ શકાય કારણ એનું ખુશમિજાજ હવામાન. બહામા જવા માટે સૌની સૌથી પહેલી પસંદ ક્રુઝ છે. ક્રુઝ પાંચ દિવસથી માંડીને એક સપ્તાહ સુધીની લઈ શકાય છે. ક્રુઝ પર સૌથી મઝાની વાત એ છે કે અહીં કલ્પના કરો એનાથી અનેક ગણો ખાવા-પીવાનો વૈભવ માણવા મળે. વહેલી સવારથી માંડીને મોડી રાત સુધી અહીં અનેક સુવિધા ઉપલબ્ધ હોય છે. બાળકો માટે અનેક જાતના કેમ્પ જ્યાં આર્ટ- ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝીક જેવી પ્રવૃતિ કરાવવામાં આવે છે.

Releated News