National

જાણો શું કામ છે ઊંટી હનીમૂન કપલની પહેલી પસંદ ?

  • select * from tourism_gallery where nid='128'

જ્યારે દેશભરમાં ગરમીનો પારો વધતો હોય છે ત્યારે દક્ષિણ ભારતના આ શહેરનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આ સ્થળનું તાપમાન ક્યારેય 25 ડીગ્રીથી વધતું નથી. આ છે સાઉથ ઈન્ડિયાનું એકમાત્ર હિલ સ્ટેશન ઊંટી. ઊંટી ક્વીન ઓફ હિલ્સના નામથી પણ સુવિખ્યાત છે. જો કે આ સ્થળ હનીમુન કપલ માટે શ્રેષ્ઠ સ્થળ છે.

આ શહેર નીલગિરી માઉન્ટેન રેંજ પર વસેલું છે. ઊંટી સમુદ્રની સપાટીથી 7440 ફીટ ઉપર વસેલું છે. ઊંટી જવા માટે કુન્નુરથી પણ ટ્રેન મળી શકે છે. ઊંટી સુધી જતી ટ્રેનને ટોયટ્રેન પણ કહેવાય છે. આ ટ્રેનમાં ઊંટી સુધી પહોંચતાં તમે કુદરતી સૌંદર્યને માણી શકશો. મેટ્ટુપાલિયમથી એનએમઆરની ટોય ટ્રેન લીલાછમ્મ જંગલો વચ્ચે આવેલા 10 સ્ટેશન પરથી પસાર થઈને ઊંટી પહોંચાડે છે. 5 કલાકના આ સફરમાં 250 પુલ, 16 સુરંગ, 6 સ્ટેશનનો અદભૂત નજારો જોવા મળે છે.

ઊંટીના ડોડાબેટ્ટા પીકનું એક મુખ્ય આકર્ષણ છે. ત્યાંની ટેલીસ્કોપિક ગેલેરી પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. જમીનથી થોડી ઊંચાઈ પર બનાવાયેલી આ ગેલેરીથી પ્રવાસીઓ નીલગિરીના સુંદર દ્રશ્યો જોઈ શકે છે. જો કે ઊંટીનું લેન્ડમાર્ક સ્થળ છે, ત્યાંનુ લેક. અહીંયા ટોયટ્રેન, પાર્ક, બોટિંગની વ્યવસ્થા પણ છે. ઊંટી પહોંચવા માટે તમને હવાઈ માર્ગ અને હાઈવેનો પણ વિકલ્પ મળે છે. ઊંટીમાં રહેવા માટે પણ 300થી 25000 સુધીના ભાડાના રૂમ મળે છે. જેથી કોઈપણ કપલ માટે આ સ્થળ આર્થિક રીતે પણ સારું રહે છે.

Releated News