Gujarat

Pics: હિલ સ્ટેશન માઉન્ટ આબુનો જુઓ નજારો, ડુંગરામાંથી વહે છે ઝરણાં

  • select * from tourism_gallery where nid='81'

પર્યટક સ્થળ માઉન્ટ આબુ તરફ જતો માર્ગ ઠેર-ઠેર ધોવાઇ ગયો છે. તેમજ ભેખડ ધસી પડતાં પર્યટકોને જવા પર રોક લગાવાઇ છે. જ્યારે ફસાયેલા 5000 પર્યટકોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અત્યારે કોઈ મુશ્કેલી નથી કારણ કે પૂરના પાણી ડુંગરમાંથી વહી રહ્યા છે. રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ચોવીસ કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પરંતુ અત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજારો જોવા જેવો છે. તસવીરોમાં જુઓ માઉન્ટ આબુનો નજારો. ભારે વરસાદના લીધે ઝરણા જીવંત થયા હતા. વરસાદના પગલે ઝરણા ખળ-ખળ વહેતા થયા હતા. ચોમાસામાં હિલ સ્ટેશન પર લીલોતરી છવાતાં માઉન્ટઆબુની સૌંદર્યમાં વધારો થયો હતો. પ્રવાસીઓમાં હિલસ્ટેશનમાં વરસાદની મઝા પણ માણી રહ્યાં છે.

Releated News