National

શું તમે મિની ટ્રિપ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ પ્લેસ છે એકદમ બેસ્ટ

  • select * from tourism_gallery where nid='136'

ગુજરાતની સૌથી નજીક તેમજ આ સિઝનમાં જેનો નજારો સુંદરતાની ચરમસીમાએ પહોંચી જાય છે તેવા આબુની મુલાકાત તમે આ દિવસોમાં લઈ શકો છો. અહીંનાં સુંદર ઝરણા અને પ્રકૃતિના વરદાન સમાન ભરપૂર નયન રમ્ય દ્વશ્યો છે. માઉન્ટ આબુને 'ડેઝર્ટ સ્ટેટ' પણ કહેવાય છે. અરવલ્લીની  ગિરિમાળાના દક્ષિણ છેડે આવેલ હિલ સ્ટેશન પોતાના હવામાન અને અન્ય સમૃદ્ધિને લીધે પર્યટકોનું પસંદગીનુ સ્થળ બની ચૂક્યું છે. રાજસ્થાનના સિરોહી જિલ્લા મુખ્યાલયથી 85 કિલોમીટર જ્યારે ઉદયપુરથી આશરે 185 કિલોમીટરે માઉન્ટ આબુ આવેલું છે.

જોવા લાયક સ્થળો
દેલવાડાના જૈન મંદિરો
અહીં 11થી 13મી સદીની વચ્ચે બનેલા આરસપહાણના કોતરણીવાળા જૈન મંદિર સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આમાં વિમલ વાસાહી અને લૂણવસહિ મંદિર સૌથી જૂના છે. આ વાસ્તુકળાનું અદભુત કામ જોવાલાયક છે. આબૂની ખાસ ખ્યાતિ તો દેલવાડાના જૈન મંદિરોના સમૂહને લીધે છે.

ટોડ રોક
નકી અથવા તો નખી તળાવથી થોડે દૂર સ્થિત ટોડ રોક ખડક છે. જેની આકૃતિ દેડકા જેવી છે આ સ્થળ સહેલાણીઓનું ખાસ ધ્યાન ખેંચે છે.

હનિમૂન પોઈન્ટ
સનસેટ પોઈન્ટથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ નવપરિણીત યુગલો માટે અહીં હનિમૂન પોઈન્ટ બનેલ છે. સાંજના સમયે અહીં લોકો ભેગા થતા હોય છે. હનિમૂન પોઈન્ટ લીલાછમ મેદાન અને વિહંગમ દ્રશ્યો લોકોને મંત્રમુગ્ધ કરી દેતી હોય છે.

સનસેટ પોઈન્ટ
અહીંથી સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય તમે તમારા આજીવન સ્મરણોમાં કેદ કરી શકો છો. સૂર્ય કઈ રીતે પોતાના કિરણોથી પર્વતોને સુવર્ણ મુકુટ પહેરાવે છે તે દ્રશ્ય અહીં જ જોવા મળે છે. લોકો અહીં દરરોજ આ મનોહારિ દ્રશ્યનો આનંદ લેતા હોય છે. એવું લાગે જાણે સૂરજ આકાશમાંથી નીકળીને પાંદડાઓમાં સંતાઈ રહ્યો છે.

અચલગઢ
દેલવાડાથી આશરે આઠ કિ.મી. દૂર સ્થિત આ પ્રાચીન સ્થળ છે. આબુના અધિષ્ઠાતા દેવ અચલેશ્વર મંદિર છે. આમાં શિવના પગના અંગૂઠાનું ચિન્હ છે. જેની પૂજા થાય છે. જો કે મંદિરની સામે પીતલ વિશાળ નદી છે. નદીથી થોડે દૂર વિશાળ ત્રિશૂલ છે.

ગુરુ શિખર
આ અરાવલીના પર્વતની સૌથી મોટી ટોચ છે. ગુરુ શિખર સમુદ્ધ તળિયેથી આશરે 1,722 મીટર ઊંચું છે. આ શિખરથી નીચે અને આજુબાજુનો નજારો સહેલાણીઓને અલગ જ વિશ્વમાં પહોંચાડી દે છે.

નખી તળાવ
રાજસ્થાનના માઉન્ટ આબુમાં 3937 ફૂટની ઊંચાઈ પર સ્થિત નકી તળાવ આશરે અઢી કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં બોટિંગનો સુંદર આનંદ ઊઠાવી શકાય છે. ખજૂરના લાઈનબંધ વૃક્ષો મનને મોહી લેતા હોય છે. આ તળાવમાં નૌકા વિહાર કરવાની વ્યવસ્થા છે. આ કારણે માઉન્ટ આબુની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

Releated News