Gujarat

બહું ઓછા ગુજરાતીઓને ખબર હશે કે તમારી નજીક પણ છે આટલો સુંદર દરિયા કિનારો

  • select * from tourism_gallery where nid='133'

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ 10 તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઓખામઢી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, માછીમારી તેમ જ પશુપાલન છે. ઓખામઢીનો દરિયાકિનારો ખૂબ જ સુંદર છે અને રમણીય પણ છે.

જામનગર જિલ્લામાં ચાર મહત્વના બીચ આવેલા છે જેમાં બેટ-દ્વારકા, શીવરાજપુર, પોશીત્રા અને ઓખા મઢીનો સમાવેશ થાય છે. ઓખામઢી દરિયા કિનારાની કૂદરતી સુંદરતા જોઇને આપને અહીં જ રહેવાનું મન થઇ જશે.

અહિંયા લોકો પિકનીક અને ફરવા માટે દૂર-દૂરથી આવે છે. આ બીચને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવાની તૈયારી ચાલું થઇ ગઇ છે. અત્રે આવવા માટે આપને અમદાવાદ, જામનગર અને દ્વારકાથી સીધી બસ મળી રહેશે.

Releated News