Gujarat

વેકેશનમાં થોડા ખર્ચ અને ઓછા સમયમાં ગુજરાતના આ સ્થળો છે ફરવાલાયક...

  • select * from tourism_gallery where nid='131'

ગુજરાતીઓને ફરવાનું ઘણું ગમે. તમે ક્યાંય પણ ફરવા જાવ ત્યાં તમને ગુજરાતના ઘણાં મિત્રો મળી જ જાય. અત્યારે તો પોછું બાળકોનું વેકેશન ચાલે છે એટલે આપણી માટે ફરવાની મોસમ. આપણે આખી દુનિયામાં ફરીએ છીએ પરતું શું આપણા ગુજરાતની જ સુંદર જગ્યા જોવાની મઝા આપણે માણવાનું ભુલી તો નથી જતાં ને. આજે ગુજરાતની થોડી સરસ જગ્યા જોઈએ.

ગિર અભયારણ્ય અને જૂનાગઢ
ગુજરાતની આગવી ઓળખ સિંહો વગર આપવી શક્ય નથી. અદભૂત સૌંદર્યનો સ્વામી એવો જૂનાગઢ જિલ્લો અને ગિર અભયારણ્યની મૂલાકાત ન લીધી હોય તો ગુજરાતમાં તમે કશું જ જોયું નથી તેમ કહેવું ખોટું નહીં ગણાય. ગરવા ગિરનાર વિશે એવું કહેવાય છે કે તે હિમાલય કરતા પણ જુનો છે. કાળની થપાટો તેને સ્પર્શી શકી નથી.

ચોરવાડનો દરિયા કિનારો

દરિયાના ઉન્નત તરંગો ગુજરાતની પાવનભૂમિ પર પછડાઈને સતત તેને પખાળતા રહે છે. ગુજરાત અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં ચોરવાડનો દરિયો વિશેષ છે. આ સ્થળ અનોખું સૌંદર્ય ધરાવે છે તો ત્યાં સતત સાવચેત રહેવું જરૂરી છે. ચોરવાડની મુલાકાત માટે ઓગસ્ટથી એપ્રિલ સુધીનો સમય સારો રહે છે. મે - જૂનમાં અહીં દરિયામાં જબરદસ્ત અન્ડર-કરન્ટ જોવા મળે છે આવા સમયે ચોરવાડનો દરિયા કિનારો જોખમી બની જાય છે.

તારંગા
ગુજરાતના અનન્ય પર્યટન સ્થળમાં ગણનાપાત્ર છે તારંગાહિલ છે. તે મહેસાણા જિલ્‍લાની ઉત્તરે આવેલું આ તીર્થધામ જૈનોનું મુખ્ય યાત્રાધામ છે જે લગભગ 1200 ફૂટની ઊંચાઈ ધરાવે છે. ત્યાંની મૂલાકાત અવિસ્મરણીય સંભારણું બની રહેશે.

માંડવી બીચ
ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિનું પ્રતિક છે કચ્છ. તેમાંયે માંડવી બીચ પણ આગવી ઓળખ ધરાવે છે. સ્વચ્છ સ્પટિક જેવું પાણી અને સ્વચ્છતા માણવા લાયક છે. કચ્છની વિશિષ્ટ કલા-કારીગરી, ભરતકામ દુનિયાભરમાં વિખ્યાત છે. પ્રાકૃતિક વિષમતાઓથી ભરેલા કચ્છની મૂલાકાત તો લેવી જ રહી.

સાપુતારા હિલ સ્ટેશન
સાપુતારા હિલ સ્ટેશન પણ ગુજરાતના જોવાલાયક સ્થળોમાંથી એક છે. ત્યાંની સુંદરતા માણવાલાયક છે.આ ઉપરાંત પણ ગુજરાતમાં એવા અનેક સ્થળો છે કે જ્યાંની મૂલાકાત ચિરસ્મરણીય નિવડે તેવી છે.

જૂનાગઢ અને ગિરનાર
જૂનાગઢ અને ગિરનાર જોવાલાયક સ્થળઓમાં શિરમોર છે. ગિરનારના જંગલોમાં અનેક અદભૂત જડીબુટ્ટીઓના ઝાડ છે. ગિરનાર ચડીએ ત્યારે દત્તાત્રેય ટૂંકના દર્શન ન કરીએ તો યાત્રા અધૂરી રહે.

Releated News