Gujarat

વરસાદ પળ્યાં પછી ગુજરાતના આ ધોધની મજા જ કાંઈક ઔર છે!

  • select * from tourism_gallery where nid='83'

જાંબુઘોડા અભયારણ્ય પાસે આવેલા ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ હાથણી માતાનો ધોધ વરસાદ પળ્યાં પછી બહું જ સુંદર લાગે છે. અત્યારે આ ધોધ શરૂ થઇ ગયો છે જેનાથી પ્રવાસીઓ, પર્યટકો, પ્રકૃતિપ્રેમીઓ શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જાંબુઘોડાથી ફકત 21 કિ.મી.ની અંતરે આવેલા ઘોઘંબા તાલુકાના બાકરોલ નજીક પર્વતમાળાઓમાં આવેલ હાથણી માતાનો ધોધ આવેલો છે.
હાથણી માતાના ધોધ પર જવા શિવરાજપુરથી તલાવડી થઇ વડોદરા વગેરે અન્ય સ્થળેથી આવનાર પ્રવાસીઓ માટે સરળ રસ્તો અને જાંબુઘોડા અભયારણમાં  આવેલ અતિસુપ્રસિદ્ધ ઝંડ હનુમાન દાદાના દર્શને આવી હાથણી માતાના ધોધે જવા જાંબુઘોડાની વાવ, ચાલવડ રહીને પણ  જઇ શકાય છે. લંબાઇની બાબતમાં મધ્ય ગુજરાતમાં જાંબુઘોડાથી હાલોલના પટ્ટામાં આવેલો હાથણી માતાનો ધોધ વિખ્યાત છે.

Releated News