National

મધ્યપ્રદેશના પ્રવાસે જઇને કરો ધર્મ અને સૌદર્યનો અનુભવ

  • select * from tourism_gallery where nid='51'

ભારતના મધ્યભાગમાં વસેલું રાજ્ય એટલે મધ્યપ્રદેશ. ગુજરાતનું પડોશી રાજ્ય તરીકે પણ મધ્યપ્રદેશની ઓળખ છતી થાય છે. અહીં શિલ્પ-સ્થાપત્યો, અભયારણ્યો, ગિરિમથકો, ગાઢ જંગલો અને પુષ્કળ પ્રાકૃતિક સૌંદર્ય બધાનું ધ્યાન ખેંચે છે.

ભોપાલ
પ્રાચીન-અર્વાચીન યુગનું મિશ્રણ ગણાતું ભોપાલ રાજ્યની રાજધાનીનું શહેર છે. ભોપાલમાં તાજ ઉલ મસ્જિદ, જામા મસ્જિદ, મોતી મસ્જિદ, શૌકત મહેલ અને સદર મંઝિલ, ભારત ભવન, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, રાજકીય સંગ્રહાલય, ગાંધી ભવન, વન વિહાર, માછલી ઘર, ઇસ્લામનગર જોવા લાયક સ્થળો છે.

પંચમઢી
પંચમઢી એટલે મધ્યપ્રદેશનું અગત્યનું રત્ન, ટેકરીઓ પરની વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્ય આંખોને ઠંડક આપે છે. અહીં જમુના પ્રપાત, હાંડી ખોહ, પ્રિયર્દિશની પોઈન્ટ, અપ્સરા વિહાર, રજત પ્રપાત, સુંદરકુંડ, ચૌરાગઢ, જટાશંકર, પાંડવગુફા, વનશ્રી વિહાર, કેથોલિક ચર્ચ, સાતપુડા નેશનલ પાર્ક છે.

ઉજ્જૈન
ક્ષિપ્રા નદીના તટે વસેલું ઉજ્જૈન ભારતની સાંસ્કૃતિક કાયાનું મણિપુર ચક્ર મનાય છે. ઉજ્જૈનને મોક્ષદાયિકા સાત પ્રાચીન પુરીઓમાંનું એક માનવામાં આવે છે.
અહીં મહાકાલ મંદિર, મંગલનાથ, કાળભૈરવ, વિક્રાંત ભૈરવ, દત્ત અખાડા, હરસિદ્ધ મા, ચોસઠ યોગિની, ગઢકાલિકા, નગરકોટ રાની,ગોપાલ મંદિર, અનંત નારાયણ, ગોમતી કુંડ,રામ જનાર્દન મંદિર, શ્રીનાથજી- ગોવર્ધનનાથજીની હવેલીઓ, અવંતિ પાર્શ્વનાથ, નમકમંડી, દિગમ્બર જૈન મંદિર, ખ્વાજા શકેબની મસ્જિદ, છત્રીચોક, જુમા મસ્જિદ, વહોરાનો રોજા,સ્તૂપ, ભર્તૃહરી ગુફા, સમાધિ, રૂમી મકબરો, કાલિયાદેહ મહલ, કુંડ, વેધશાળા, કોઠીમહલ તેમ જ અન્ય સ્થળો પણ જોવા-જાણવા- માણવા લાયક છે.

શિવપુરી
શિવપુરીમાં ભવ્ય રાજમહેલો, હવેલીઓ અને છત્રીઓ જોવાની જ્યાં મજા આવે છે એ શિવપુરી ગ્વાલિયરથી 112કિ.મી.ના અંતરે આવેલું છે.અહીં માધવ નેશનલ પાર્ક, છત્રીઓ, માધવ વિલાસ પેલેસ, જ્યોર્જ કેસલ, સાગર બોટ ક્લબ, ભડૈયા કુંડ જોવાલાય છે.

અમરકંટક
અમરકંટક નર્મદા અને સોન નદીનું ઉદ્ગમ સ્થાન હોવાને કારણે હિન્દુઓના પવિત્ર સ્થળમાં પૂજાય છે. અહીંયાંના ખૂબસૂરત વહેતાં ઝરણાં, પવિત્ર તળાવ, ઊંચી પહાડીઓ, શાંત વાતાવરણ અને ઘનઘોર જંગલ અમરકંટકને પ્રકૃતિપ્રેમી અને ર્ધાિમક લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. અમરકંટક જબલપુરથી ૨૨૮ કિ.મી., પેંડ્રા રોડથી 42કિ.મી.ના અંતરે આવેલું છે.

Releated News