National

આખી દુનિયા ફરી વળ્યા હો પણ અહીં ન ગયા હોય તો બધું ધૂળધાણી

  • select * from tourism_gallery where nid='45'

સિક્કિમની રાજધાની ગંગટોકથી માંડ એક કલાકના અંતરે વસેલું નાનું ગામ પાસ્ટેંગા, જે ધીમે ધીમે પર્યટકોની પસંદગીનું સ્થળ બની રહ્યું છે. આ ગામને પર્યટકો માટે ખાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે.

'હોમસ્ટે' કોન્સેપ્ટ

પાસ્ટેંગામાં દસથીયે વધુ હોમસ્ટે છે. લીલાં ખેતરોની વચ્ચે બનેલાં આ રૃમ ગ્રામીણ ઘર સાથે જોડાયેલાં છે. જેમાં પર્યટકોને રહેવાની ખાસ સગવડ છે. પર્યટકોની દેખભાળ માટે ઘરની મુખ્ય મહિલા સદસ્યને હોમસ્ટે ઓપરેટરની ભૂમિકા અપાઈ છે. સારી સુવિધા અને સેવા આપવા માટે એમને કાયદેસરની ટ્રેનિંગ પણ અપાય છે. ગામના પરિવારોની સાથે હળવું- મળવું, તેમની રસોઈમાં ખાસ લિજ્જતદાર વાનગીઓ બનાવવી અને પળવારમાં જ એ પરિવારનો હિસ્સો બની જવું છે ને એક નવો જ અનુભવ!

વિલેજ વોક

પાસ્ટેંગામાં પ્રકૃતિની ખૂબ જ મહેર છે. 'બાલાખોલા' જેને વ્હાઈટ હની વોટરફોલ' પણ કહે છે. ત્રણ સુંદર સદાબહાર ઝરણાં, ચૌદ પ્રજાતિઓના વાંસના ઘનઘોર જંગલ, કાર્પેટની માફક બિછાયેલી લીલાં-લીલાં ઘાસની વચ્ચે ઉગેલી મૂલ્યવાન હર્બલ વનસ્પતિઓ, મોટી ઈલાયચીથી મધમધતા બાગ અને વૃક્ષો પર કલરવ કરતા ૬૩ જાતના અલગ-અલગ પક્ષીઓ. આ બધી એવી ચીજો છે, જે કોઈને પણ અહીંયા રહી જવા માટે મજબૂર કરી દે છે. આખા ગામમાં તૂટેલી-આડી અવળી પગદંડીઓ પર પગને સંભાળી-સંભાળીને મૂકીને આગળ વધવાનો અહેસાસ ખૂબ જ મજેદાર બની રહે છે. ગામની વચ્ચે રાઈ, ભૂટિયા અને લેપ્ચા, આ ત્રણ જનજાતિઓ વસે છે, જેમના ૧૫૦ વર્ષીયે વધુ જૂનાં ઘર એક અલગ જ આકર્ષણ ઊભું કરે છે. લોખંડ કે ખીલી વગર બનેલાં, આ માટી અને પથ્થરના ઘરોના શિલ્પ પણ જોવાલાયક છે.

ખેદી ટ્રેકિંગ

પાસ્ટેંગાથી ૧૪-૧૫ કિ.મી.ની ઊંચાઈએ એક બેહદ ખૂબસૂરત જગા છે. ખેદી. પહેલાંથી જ ગામની પરંપરા રહી છે કે દશેરાના દિવસે દર સાલ ખેદીની યાત્રા કરાય છે. પર્યટકો આ યાત્રાનો આનંદ ઓક્ટોબરથી એપ્રિલ સુધી લઈ શકે છે. આ ટ્રેકિંગ ચાર-પાંચ દિવસમાં પૂરી થાય છે. વાંસની અન્ય પ્રજાતિઓની સાથે 'મલિંગો' જાતિના વૃક્ષોથી બનેલી ગુફા, વિશાળ સપાટ ગ્રેજિંગ લેન્ડ અને બે પ્રાકૃતિક તળાવોને જોઈને કોઈ નવી જ દુનિયામાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે. આ જનશૂન્ય ટ્રેકિંગ પોઈન્ટ એક જમાનામાં ભારત-તિબેટ વેપારનો મુખ્યમાર્ગ બની રહ્યો હતો. ખેદીથી ભારત અને તિબેટની સીમાઓ સમાનાંતર દેખા દે છે. પાસ્ટેંગાથી ખેદી સુધીની આ સફરની વચ્ચે કેટલાંયે એવા પડાવ છે, જ્યાં એલોવેરા જેવી કેટલાય પ્રકારની વનસ્પતિઓ મળે છે, જે અનેક રોગોની દવા છે. બધું મળીને ખેદી ટ્રેકિંગ પ્રકૃતિની ગોદમાં એક રોમાંચક યાત્રા સાબિત થાય છે. આ યાત્રામાં પર્યટકોની સુવિધા માટે ગાઈડ અને સામાન લઈ જવા માટે પોર્ટર પણ ગામમાંથી જ મળી રહે છે.

સાંસ્કૃતિક ખજાનો

અહીંયાની સંસ્કૃતિ પર નેપાળી સભ્યતાની અસર છે. રીતિ-રિવાજ, સંગીત બધું જ નેપાળી છે. પાસ્ટેંગામાં જન્મથી મૃત્યુ સુધીના બધાં જ સંસ્કાર એક પારંપારિક ઘરમાં કરાવાય છે, જેને 'રીરીખિમ' કહે છે. એ ઉપરાંત વિવાહની રસમ પણ અનોખી છે. પહેલાં યુવક-યુવતી સાથે ચોરી છુપીથી લવમેરેજ કરે છે, જેને અહીંયાની ભાષામાં 'ચોરિવ્યા' કહે છે. 'ચોરિવ્યા' પછી બંને પરિવાર સામાજિક વિધિથી બંનેનોે વિવાહ કરે છે. પાસ્ટેંગાની સંસ્કૃતિમાં કેટલીક આદિવાસી સભ્યતાની ઝલક પણ જોવા મળે છે. મહિલાઓને પોતાનો પારંપરિક પોશાક પણ છે. એ ધારીદાર પારંપરિક પોશાક ખાસ પ્રસંગોએ જ પહેરે છે. 'માદલ' અને 'મચુંગા' જેવાં વાદ્યયંત્રો બેહદ સુરીલા લાગે છે.

કેવી રીતે પહોંચશો?

દિલ્હીથી ન્યૂ જલપાઈગુડી સુધી તમે ટ્રેનમાં જઈને ત્યાંથી ૪ કલાકના અંતરે પાસ્ટેંગા જઈ શકો છો.s

Releated News