National

ભારતની 5 સસ્તી પરંતુ સુંદર જગ્યા જ્યાં તમે 5000 રૂપિયાની અંદર ફરીને આવી શકો છો

  • select * from tourism_gallery where nid='124'

આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે ફરવા જવુ એટલે પૈસાનું પાણી થઈ જાય ત્યાં આવવા જવાનું જ આપણને ન પોસાય. આપણી આ માનસિકતા સાચી નથી કારણ કે હજી પણ ભારતમાં તમારે જો 5000 રૂપિયાની અંદર ફરીને આવી જવું હોય તો તમારી પાસે ઘણાં વિકલ્પો છે. તો જોઈએ એવા 5 વિકલ્પ.

1. કસોલ, હિમાચલપ્રદેશ
કસોલ હિમાચલ પ્રદેશમાં આવેલ પાર્વતી વેલી પર આવેલું એક નાનું ગામ છે. તે હિમાલય પરથી વહેતી પાર્વતી નદી પાસે આવેલું છે. હિમાલયની પહાડી અને બિયાસ નદીની વચ્ચે આવેલી કુલુની ખીણ વેલી ઓફ ગોડ્સ તરીકે ઓળખાય છે. હિમાચલપ્રદેશનું કસોલમાં જાવ તો ગોવા જેવી ફિલીંગ આવે ત્યાં સમુદ્ર તો નથી પરંતુ પહાડોની વચ્ચે આવેલી આ જગ્યા ખૂબસૂરત છે.

2. તવાંગ, અરૂણાચલપ્રદેશ
આ એક રીલીજીઅસ જગ્યા છે. અહીં પર્વતો, સાધુ અને એલ્પાઈનનો જોરદાર સમન્વય છે. અત્યાર સુધી આ જગ્યા કુદરતી સુંદરતાથી ભરપૂર છે અને હજી તેને ઔદ્યોગિક લાઈફસ્ટાઈલ હજી આવી નથી. અહીંયા જવાનો ખર્ચ એકદમ ઓછો થાય છે.

3. કસૌલી, હિમાચલપ્રદેશ
કસૌલી, શિમલાથી કલકા જતા રસ્તામાં 73 કિ.મી. દૂર આવેલ કસૌલી દરેક રીતે શિમલાથી ચઢિયાતું છે. ઓગણીસમી સદીની શાંતિમાં આળોટતું 1951 મીટરની ઊંચાઈએ આવેલ આ નાનકડું હિલ સ્ટેશન બ્રિટિશરોના કોલોનીયન રાજની યાદ તાજી કરાવે છે.

4. હમ્પી,કર્નાટક
હમ્પી પોતાન સ્થાપત્ય માટે જાણીતું છે. અત્યારે પણ આ શહેર પોતાના ઈતિહાસને જીવંત રાખ્યો છે જે જોવાની મજા આવે છે.

5. કન્યાકુમારી,તમિલનાડુ
તામિલનાડુનું કન્યાકુમારી લક્ષ્યદ્વીપ સમુદ્રના પશ્ચિમ ઘાટના કિનારે આવેલું સ્થળ છે. અહીં હિંદ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરનો ત્રિવેણી સંગમ થાય છે. ભારતના તીર્થસ્થળ તરીકે કન્યાકુમારી વિશ્વવિખ્યાત બન્યું છે.

Releated News