National

લેહ-લદ્દાખની આ 9 જગ્યાઓ જોયા વિના નહી રહી શકો, આકર્ષે છે પ્રવાસીઓને

  • select * from tourism_gallery where nid='108'

 આજના સમયમાં ધરતીનું સ્વર્ગ સુંદર જગ્યાઓને કહેવામાં આવે છે અને તે ભારતમાં વધારે છે. આપણે એવું કહીએ છીએને કે જો યાદોને સાંચવીને રાખવી હોય તો તેને કેમેરામાં કેદ કરી લેવી જોઈએ અને તે જીવનભર તમને એક તાજગીનો અહેસાસ કરાવશે. જ્યારે વાત હોય લેહ-લદ્દાખ જેવી સુંદર જગ્યાની તો તેની સુંદરતા, પ્રકૃતિના બેમિસાલ દૃશ્યોને તમે તમારા કેમેરામાં કેદ કરીને તસવીર બનાવી શકો છો. સિંધુ નદીના કિનારે વસેલું લદ્દાખ છે જ એટલું અનોખું અને પ્રકૃતિના અણમોલ ખજાનાથી ભરપૂર કે અહીંના સુંદર દૃશ્યો આંખોને શાંતિ અને મનને સુકૂન આપે છે. સુંદર ઝરણાં, પહાડોની ઊંચી-ઊંચી શિખાઓ, આકર્ષક મઠ મનને મોહી લે છે. 

 
1. પાંગોંગ લેક
 
આ એ જ લેક છે જ્યાં આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ થ્રી ઇડિયટ્સનો છેલ્લો સીન ફિલ્માવવામાં આવ્યો હતો. હવે તો તમે કલ્પના કરી શકો છો કે આ લેકને તમારા કેમેરામાં કેદ કરવું કેટલું અદભુત બની રહેશે.
 
2. હેમિસ મઠ, હેમિસ
 
હેમિસ મઠ જાણે સુંદરતાની એક અનોખી મિસાલ હોય. આ મઠની દીવાલો પર જીવન ચક્રને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે, જેની તસવીરો લીધા વિના તમે તમારી જાતને રોકી નહીં શકો.
 
3. લેહ પેલેસ, લેહ
 
લેહ પેલેસની તો શાન જ નિરાળી છે. આ શાનદાર મહેલ 9 માળનો છે, જ્યાં ઊંચી ઇમારતોમાં શાહી પરિવાર અને નીચેના માળમાં સ્ટોર રૂમ અને ઘોડાર હતો. હવે આ મહેલની સાર-સંભાળ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
 
4. માથો મઠ, લદ્દાખ
 
માથો મઠ, ઇંડસ નદી ઘાટી પર શહેરથી 16 કિમી.ના અંતર પર સ્થિત છે. 400 વર્ષ જૂના ‘થાંગકા’ અથવા સિલ્કથી બનાવવામાં આવતી ધાર્મિક તિબ્બતી પેઇનટિંગ્સ અને તેની સાથે જોડાયેલો તહેવાર ‘માથો નાગરંગ’ પ્રવાસીઓની વચ્ચે લોકપ્રિય છે.
 
5. પદુમ
 
પદુમને પદમના નામથી પણ ઓળખવામાં આવે છે જે કારગિલથી 240 કિમી.ના અંતર પર સ્થિત છે અને જંસ્કાર તહેસીલનું સૌથી મોટું ટાઉન છે. આ શહેરમાં ફરતી વખતે સ્થાનિક રાજાનો માટીનો મહેલ અને એક સુંદર નાનકડાં મઠની તસવીર લેવાનું ન ભૂલશો.
 
6. શંકર ગોમ્પા
 
લદ્દાખના શંકર ગોમ્પાને શંકર મઠના નામથી પણ ઓળખવામાં આવે છે. ગોમ્પાની અંદર ‘એવાલોકિતેશ્વર’ ‘બોધિસત્વ’ અથવા ‘આત્મજ્ઞાની જીવ’ની એક પ્રતિમા રાખવામાં આવી છે, જે સમસ્ત બૌદ્ધોની કરૂણાનો પ્રતીક છે. આ પ્રતિમાના અગ્યાર માથા, એક હજાર હાથ અને દરેક હાથની હથેળી પર આંખો છે. પ્રાચીન વાસ્તુશૈલીને પોતાના રૂમમાં વસાવી લેવું એક સારો વિચાર રહેશે.
 
7. શાંતિ સ્તૂપ
 
શાંતિ સ્તૂપ, જમ્મૂ તથા કાશ્મીરમાં લેહના ચંગ્સ્પાના કૃષિ ઉપનગરની ઉપર સ્થિત છે, જેનું નિર્માણ શાંતિ સંપ્રદાયના જાપાની બૌદ્ધોએ કરાવ્યું હતું. શાંતિ સ્તૂપ ખૂબ જ
 
8. થિકસે મઠ
 
થિકસે મઠ લેહથી 19 કિમી.ના અંતર પર સ્થિત છે. આ એક 12 માળની ઇમારત છે જે આ વિસ્તારનું સૌથી મોટું મઠ છે. અહીં આવનાર પ્રવાસીઓ સુંદર અને શાનદાર સ્તૂપ, મૂર્તિઓ, પેઇનટિંગ્સ, થાંગકા અને તલવારોને જોઈ શકાય છે જે અહીંના ગોમ્પામાં રાખવામાં આવી છે અને તેમની સુંદર તસવીરો પણ લઈ શકો છો.
 
9. સુરૂઘાટી
 
સુરૂ ઘાટી, સુરૂ નદીનો ડ્રાય વિસ્તાર છે અને પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રવાસીઓની વચ્ચે લોકપ્રિય છે. સુરૂ ઘાટીની આ અદભુત સુંદરતાનો દીવાનો તો તમારો કેમેરો પણ થઈ જશે.
 

Releated News