Gujarat

આ છે ગુજરાતના 8 પ્રસિદ્ધ દરિયા કિનારા જે આકર્ષે છે દેશી-વિદેશી પ્રવાસીઓને!

  • select * from tourism_gallery where nid='118'

 પરિવારના સભ્યો સાથે કોઈ દરિયા કિનારે ફરવા જવાની ઈચ્છા થાય ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર ગોવાના સુંદર દરિયા કિનારાનો જ આવતો હોય છે. ભારતમાં અન્ય એવા કેટલાય બીચ છે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સુંદરતા માણવાની યોજના બનાવી શકાય છે. આજે અહીં એવા જ કેટલાક દરિયા કિનારાની વાત કરવામાં આવી રહી છે જ્યાં તમે પરિવારની સાથે આરામથી ફરી શકો છો અને તેની સુંદરતાને માણી શકો છો.

 
દીવ
 
બીચ ડેસ્ટિનેશનમાં દીવની અલગ જ ઓળખ છે. તે દેશના અન્ય બીચની સરખામણીમાં વધારે સાફ અને સુંદર છે. જો તમે શહેરની દોડધામથી દૂર બીચ પર એકાંત માણવા ઈચ્છતા હોવ તો તે તમને દીવના બીચમાં જ મળશે. ગોવાની સરખામણીમાં અહીં ઘણા ઓછા લોકો આવે છે કારણ કે અહીંના બીચ વધારે ખતરનાક છે. આ બીચની ખાસિયત છે કે અહીં ટૂરિસ્ટ વર્ષ દરમિયાન કોઈ પણ સીઝનમાં આવી શકે છે.
 
કેવી રીતે પહોંચવું
 
ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે દીવ સડક માર્ગે જોડાયેલું છે. અમદાવાદથી તે લગભગ 500 કિલોમીટરના અંતરે અને મહારાષ્ટ્રથી 1000 કિલોમીટરના અંતરે આવેલું છે. દીવમાં કોઇ રેલ્વે લિંક નથી. નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ(90 કિલોમીટર) છે. નાગોઆમાં એરપોર્ટ છે. અહીંની એરલિંક મુંબઈ સાથે છે.
 
સર્કેશ્વર બીચ, જુનાગઢ
 
અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર સર્કેશ્વર બીચ આવેલું છે. તેમજ તે દીવની પણ નજીક છે. અહીં દરિયાના પાણીનો રંગ લોકોને આકર્ષે તેવો છે. રેતી પણ આહલાદક છે. દરિયામાં લાંબા અતંર સુધી છીછરું પાણી હોવાના કરાણે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકાય છે. તેમજ સર્કેશ્વર બીચની આસપાસનો વિસ્તાર પણ નિહાળવાલાયક છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી રાજ્ય બહારના એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળિયામણા બીચ તરફ આકર્ષી શકાય.
 
કેવી રીતે પહોંચવું
 
સર્કેશ્વર બીચની નજીકનું રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીં પહોંચવા માટે અમરેલીથી સમયાંતરે વાહન મળી શકે છે.
 
અહેમદપુર માંડવી, જુનાગઢ
 
સંઘ પ્રદેશ દીવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અહેમદપુર માંડવી નલિયા માંડવીની બિલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચીઝમાનું એક છે. જે સાત કિમી.નો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચની જેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરું પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય છે. અહીં પણ રાજ્ય સરકાર દ્વારા તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી રાજ્ય બહારના એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળિયામણા બીચ તરફ આકર્ષી શકાય.
 
કેવી રીતે પહોંચવું 
 
અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીં પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.
 
નારગોલ બીચ
 
નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. ઉપરાંત વિકાસની દૃષ્ટિએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
 
કેવી રીતે પહોંચવું
 
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ ઉમરગાંઉ છે. તેમજ રેલવે થકી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન સજાણ છે. ઉપરાંત વલસાડ અને સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
 
તિથલ બીચ
 
તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવાલાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
 
કેવી રીતે પહોંચવું
 
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ વલસાડ છે. તેમજ રેલવે થકી જવા માટે પણ નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે. સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
 
દ્વારકા બીચ
 
જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ, ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.
 
કેવી રીતે પહોંચવું
 
દ્વારકા જવા માટે જામનગરથી વાહન મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.
 
જામનગર બીચ
 
સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગર દરિયાની દૃષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરોટન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.
 
કેવી રીતે પહોંચવું
 
જામનગર ત્રણેય માર્ગે પહોંચી શકાય છે. રેલવે અને રોડ મારફતે પહોંચવા માટે તમને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી આરામથી સાધન મળી શકે છે. જામનગરમાં એરપોર્ટ હોવાથી તમે હવાઇ મારફતે પણ જામનગર આવી શકો છો.
 

Releated News