National

બજેટમાં સુપરહોટ હનીમૂન માણવા માટેની ત્રણ જગ્યાઓ

  • select * from tourism_gallery where nid='36'

અત્યારે લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. દરેક નવપરણિત કપલ પોતાના નવા જીવનની સુંદર શરૂઆત થાય તેવું ઇચ્છતા હોય છે. કોઈપણ ન્યૂમેરિડ કપલ માટે હનીમૂનથી ખાસ કોઈ પળ હોતી નથી. હનીમૂન એટલે લગ્ન બાદ જીવનમાં નવી વ્યક્તિ પ્રવેશે ત્યારે બનેને એકબીજાને સમજવાનો મોકો અને માણવાનો અવસર. તમારા જીવનને રોમેન્ટીક અને પરિપૂર્ણ બનવા માટે કોઈ અનન્ય હનીમૂન ડેસ્ટિનેશનની મુલાકાત જરૂરી છે. ભારતમાં આવા ઘણા હનીમૂન ડેસ્ટિનેશન છે જે ઘણા લોકોના ધ્યાન બહાર છે. ચાલો જાણીએ આવા જ ત્રણ હનીમૂન ડેસ્ટિનેશન...

હમ્પી

જો તમને અને તમારા જીવનસાથીને ઐતિહાસિક સ્થળો પસંદ હોય તો કર્ણાટકમાં આવેલ હમ્પે તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ જગ્યા ખડકો વચ્ચે ઘેરાયેલ હોવાથી એક ભવ્ય નજરો જોવા મળે છે. અહી વીરૂપક્ષા મંદિર, વિઠ્ઠલ મંદિર, ૬.૭ મીટર ઉંચી નરસિંહની પ્રતિમા જોવા લાયક છે. વિજયનગરના શાસકો વિઠ્ઠલસ્વામી અને હજારેએ રામ મંદિરનું અભૂતપૂર્વ નિર્માણ કર્યું હતું, જે શિલ્પકળાનો અદ્દભૂત નમૂનો છે. આ ભવ્યતાના લીધે જ આ જગ્યાને ભારતની અનન્ય હનીમૂન ડેસ્ટિનેશનમાં સામેલ કરાઈ છે.

ડેલહાઉસી

ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું એક અનોખું અને સુંદર હિલટાઉન છે. જે ગાઢ જંગલોમાં ઘેરાયેલું છે. અહી ભવ્ય બરફાચ્છાદિત પર્વતો પણ નિહાળવા મળે છે. નવપરણિત અહી બરફનાં પહાડોની, ઠંડીની, ધુમ્મસની અને હરિયાળા વૃક્ષો વચ્ચે નદીની મજા માણી શકે છે. ‘પંચપુલા’ ડેલહાઉસીથી ૩ કી.મી. દૂર છે જ્યાં તમે વહેતા ઝરણાની મજા માણી શકો છો. ‘કલાટોપ’ ડેલહાઉસીથી ૧૦ કી.મી. દૂર છે જ્યાં વન્યજીવન અભયારણ્ય આવેલું છે ત્યાં કાળા રીંછ અને ‘ઘારોલ’ (પહાડી બકરીઓ) જોવા મળે છે. શાંત જંગલ અને મોહક તથા અદ્દભૂત વૃક્ષોની મજા માણવી હોય તો તમે ‘શુભસ બાઓલી’ ની મજા પણ માણી શકો છો.

કોવાલમ
કોવાલમ નામનો અર્થ નારિયેળીની વૃક્ષવાટિકા થાય છે. કોવાલમમાં દરિયાઈ બીચ ચારેતરફ નારિયેળીના વૃક્ષોથી ઘેરાયેલો છે. કોવાલામ હનીમૂન માટે આદર્શ સ્થળ છે કેમ કે અહી રળિયામણો બીચ, આયુર્વેદિક મસાજ અને વોટર સ્પોટ વગેરે મળી રહે છે. અહી તમે નારિયેળીના વૃક્ષની નીચે આરામ કરતા રમણીય દરિયાની મજા માણી શકો

Releated News