National

સ્વયં શ્રીકૃષ્ણે સ્થાપેલું છે આ અનોખું સૂર્યમંદિર, આ છે તેની 12 અજાણી વાતો!

  • select * from tourism_gallery where nid='117'

 આ છે કોણાર્ક સૂર્ય મંદિર, જેને અંગ્રેજી ભાષામાં ‘બ્લેક પગોડા’ પણ કહેવામાં આવે છે. આશ્ચર્ય થશે છે એ જાણીને, પરંતુ વાસ્તવમાં કોણાર્ક સૂર્ય મંદિર ભગવાન કૃષ્ણ દ્વાર સૂર્યદેવને સમર્પિત ભારતનું એકમાત્ર મંદિર છે. શું તમે આ મંદિરના નામની પાછળ છુપાયેલા રહસ્ય વિશે જાણો છો? વાસ્તવમાં કોર્ણાક શબ્દને જો બે ભાગમાં વહેંચવામાં આવે તો આ ‘કોણ’ તથા ‘અર્ક’ બને છે. 

 
અહીં છે સ્થિત:-
 
કોણનો અર્થ છે કિનારામાં હોવું, નદીના કિનારા અથવા પછી કોઈ દિશાના કિનારે સ્થિત હોવું. તથા અર્કથી તાત્પર્ય છે સૂર્ય ભગવાન, કદાચ એટલે જ આ મંદિર ભારતના દક્ષિણી રાજ્ય પુરીના ઉત્તર પૂર્વી કિનારા પર સમુદ્ર તટને નજીક નિર્માણ કરવામાં આવ્યું છે.
 
1. ઓરિસ્સાના કોણાર્ક સૂર્ય મંદિરનો આકાર રથ જેવો જોવા મળે છે. આ મંદિર ભારકની મધ્યકાલીન વાસ્તુકળાનું અનોખું ઉદાહરણ છે.
 
2. આ મંદિરનું નિર્માણ રાજા નરસિંહદેવે 13મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિર વિશિષ્ટ આકાર અને શિલ્પકલાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
 
3. લગભગ 112 વર્ષથી મંદિરમાં રેતી ભરેલી છે. ઘણાં આક્રમણો અને પ્રાકૃતિક આપત્તિઓના કારણે મંદિરને નુકસાન પહોંચ્યું હતું. આ માટે 1903માં આ મંદિરને બંધ કરવામાં આવ્યું હતું.
 
4. ત્યાં જનારા લોકોને ઘણીવાર આ વાતની જાણ નથી હોતી કે, મંદિરનો મુખ્ય ભાગ જગમોહન મંડપ બંધ હોય છે.
 
5. એક અન્ય માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના બાર વર્ષથી લગવાગ્રસ્ત પુત્રને સાંબને સૂર્યદેવે ઠીક કર્યો હતો. આ માટે શ્રીકૃષ્ણે સૂર્ય દેવને સમર્પિત આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
 
6. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, સૂર્ય દેવના રથમાં બાર જોડી પૈડા છે અને રથને ખેંચવા માટે તેમાં 7 ઘોડા જોડવામાં આવે છે. આ માન્યતાના આધારે કોણાર્કમાં પણ રથના આકારનું મંદિર બનાવવામાં આવ્યું, જેમાં પથ્થરના પૈડા અને ઘોડા બનાવવામાં આવ્યાં છે.
 
7. અહીંની સૂર્ય પ્રતિમા પુરીના જગન્નાથ મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવી છે અને હાલ આ મંદિરમાં કોઇ દેવ મૂર્તિ નથી.
 
8. સૂર્ય મંદિર સમયની ગતિને પણ દર્શાવે છે, જેને સૂર્ય દેવ નિયંત્રિત કરે છે.
 
9. પૂર્વ દિશાની તરફ જોડાયેલાં 7 ઘોડા સપ્તાહના સાત દિવસોનું પ્રતીક છે.
 
0. 12 જોડી પૈડા દિવસના ચોવીસ કલાક દર્શાવે છે, ત્યાં જ તેમાં રહેલાં 8 તાર દિવસના આઠ પ્રહરનું પ્રતીક છે.
 
11. થોડાં લોકોનું માનવું છે કે, 12 જોડી પૈડા વર્ષના બાર મહિનાને દર્શાવે છે.
 
12. મંદિરમાં પથ્થરો ઉપર ઘણાં વિષયો અને દ્રશ્યો પર મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ ખૂબ જ આકર્ષક છે અને આ મંદિરની ઓળખાણ છે.
 

Releated News