International

ચર્ચ ઓફ ધ નેટિવિટીઃ વિશ્વનું સૌથી સુંદર ચર્ચ, જ્યાં થયો’તો ઈશુનો જન્મ!

  • select * from tourism_gallery where nid='109'

 બેતલેહેમ દુનિયાભરના ઈસાઇઓ માટે સૌથી પવિત્ર અને ખાસ જગ્યા માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, આ તે જ શહેર છે જ્યાં ભગવાન ઈશુનો જન્મ થયો હતો. આ શહેર યરૂશલેમથી માત્ર 5 કિમીના અંતર પર છે. બેતલેહેમનું ચર્ચ ઓફ ધ નેટિવિટીને દુનિયાનું સૌથી પ્રાચીન ચર્ચમાંથી એક માનવામાં આવે છે અને અહીં જ ભગવાન ઈશુનો જન્મ થયો હતો.

 
આ ચર્ચ ખાસ હોવાની સાથે-સાથે ખૂબ જ સુંદર પણ છે, જેના કારણે તે હમેશાં મુસાફરોના આકર્ષણનું કારણ બને છે. આ ચર્ચની સ્થાપના 339 એડીમાં કરવામાં આવી હતી, જેને કોઇએ નષ્ટ કરી દીધું હતું. થોડાં વર્ષો પછી અહીં પહેલાથી પણ મોટા ચર્ચનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે પણ હયાત છે.
 
ચર્ચમાં એક જહ્યાએ આરસપહાણની એક સપાટ જમીન ઉપર ચાંદીનો એક સિતારો બનાવવામાં આવ્યો છે, જેમાં 14 ગોળ આકૃત્તિઓ કોતરેલી છે. એવું માનવામાં આવે છે કે, ઠીક આ જગ્યાએ ભગવાન ઈશુનો જન્મ થયો હતો. આ શહેરમાં ભગવાન યીશુ અને મધર મેરી સાથે જોડાયેલી એક અન્ય ખાસ જગ્યા છે. મિલ્ક ગ્રોટો નામની એક જગ્યા છે, જેને લઇને લોકો એવું માને છે કે, આ તે જ સ્થાન છે, જ્યાં મધર મેરીએ ઈશુને હેરોદેસના સૈનિકોથી છુપાવ્યાં હતાં અને તેમને દૂધ પીવડાવ્યું હતું.
 

Releated News