International

સિક્કિમ એટલે કુદરતના ખોળાવામાં વસેલું સ્થળ

  • select * from tourism_gallery where nid='52'

નેપાળ, ભુતાન અને તિબેટ જેવા ત્રણેય દેશની વચ્ચે આવેલા નાનકડા સિક્કિમમાં કુદરતે ખોબેખોબા ભરીને સૌંદર્ય વેર્યું છે.  સિક્કિમના પ્રવાસ માટે તેના પાટનગર ગેંગટોક પહોંચ્યા પછી આ રમણીય પ્રદેશને ચાર ભાગમાં વહેંચી દેવો પડે- ઇસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ અને એનું ધ્યાન રાખજો કે સિક્કિમમાં એરપોર્ટ તો નથી, પણ રેલવેલાઈન પણ નથી. અહીંયાં ફરવા માટે તમારે પગપાળા ફરવું પડે કે બસ-જીપમાં ફરવું પડે.

* ઈસ્ટ : ટ્રેડિશનર આર્ટ, હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ, મંત્રાલય, રાજાનો મહેલ,સારમ્સા ગાર્ડન, વોટર ગાર્ડન, તાશી વ્યૂ પોઈન્ટ- ગણેશ ટોક, હનુમાન ટોક, ફેમ્બોંગ લ્હો વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, છાંગુ લેઈક અને હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક.
* વેસ્ટ : પેમાચાંગ ત્સે મઠ. પેલિંગ, સાંગા ચોલિંગ મઠ, ખેચેઓ પાલરી લેઈક, ડૂબડી મઠ, ચુકસામ, તાશીડીંગ મઠ, ઝોંગરી (ટ્રેક્ટરોનું પેરેડાઈઝ), વારસી રોડો ડેન્ડ્રોન અભયારણ્ય, સોરેંગ વિલેજ.
* નોર્થ : કાબી લુંગ ચોક, ફેન્સંગ મઠ, ફોડોંગ મઠ, સિંગહીક, ચ્યૂંગ થાંગ, લ્યા ચૂંગ, ચુમથાંગ વેલી, લા બ્રાંગ ગોમ્પા મઠ, સિંગબા રોડો, ડેન્ડ્રોન સેન્ચ્યુરી, ગુરુ ડોંગમાર લેઈક.
* સાઉથ : ટેન્ડોંગ હિલ, ટેમી ટી ગાર્ડન, મેનામ હિલ, બોરોંગ, રાવાંગલા (સાઉથ અને વેસ્ટ સિક્કિમના વિવિધ સ્થળે અહીંથી જઈ શકાય છે). શેર ચોક બેકુ (પવિત્ર ગુફા), નામચી (પહાડી).

Releated News