National

સિક્કીમનો બારેમાસ છવાયેલો બરફ બનાવે છે તમારા પ્રવાસને વધારે રોમાંચક

  • select * from tourism_gallery where nid='48'

કોઈપણ પર્યટન સ્થળ પર ફરવા જવું તે હંમેશ માટે રોમાંચકારી અનુભવ સાબિત થાય છે. કોઈપણ સ્થળ ફરીને આવ્યા બાદ તમે ત્યાંથી એકલા પરત ફરતા નથી, બલ્કે તમારી સાથે તે સ્થળની યાદો પણ જોડાઈ જાય છે. જો કે કેટલાંક સ્થળો એટલાં બધાં આકર્ષક હોય છે કે લોકો ત્યાં ગયા પછી પણ અનેકવાર જવું પસંદ કરતાં હોય છે. પ્રવાસની વાત નીકળે એટલે એવાં જ સ્થળો યાદ આવે, જ્યાં પહાડો, નદીઓ, બરફના પહાડો, રંગબેરંગી ફૂલો, મેદાનો, પ્રાચીન મંદિરો અને ઝરણાંઓ હોય અને આવા સ્થળોની મુલાકાત આપણાં માટે સ્વર્ગ સમાન સાબિત થતાં હોય છે.

ભારતનું આવું જ એક રાજ્ય સિક્કિમ પહાડોથી ઘેરાયેલ છે, જેમાંના કેટલાંક પહાડોની ઉંચાઈ 8,585 મીટરની ઉંચાઈ ધરાવે છે. આ રાજ્યમાં લગભગ 28 પહાડો, 227 ઉંચાઈ પર આવેલ તળાવો અને 80 હિમનદીઓ આવેલ છે. સિક્કિમમાં કેટલીક જગ્યાએ નદીનું પાણી ગરમ આવે છે, જે કુદરતી રીતે તમારા શરીરના રોગો દૂર કરવામાં મદદ કરે છે. સિક્કિમ એ ભારતનું એવું રાજ્ય છે, જ્યાં મોટાભાગે નિયમિત રીતે બરફવર્ષા થાય છે, જેમાં ઉત્તરી ક્ષેત્રમાં તો શિયાળામાં એટલી બધી બરફવર્ષા થાય છે કે રસ્તો જ બંધ થઈ જાય છે. અહીંયા ગરમીમાં પણ 28 ડિગ્રીથી વધુ તાપમાન ક્યારેય થતું નથી. સિક્કિમમાં 6 લાખ 7 હજારની વસ્તી છે, જે દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે.

સિક્કિમમાં સૌથી વધુ જોવાલાયક સ્થળો ગંગટોકમાં છે, જ્યાં બગીચા, નદીઓ અને લાલ બજાર છે, જ્યાંથી તમે અનેક નવી વસ્તુઓ ખરીદી શકો છો. સિક્કિમનાં લોકો ભોજનમાં સૌથી વધુ ભાત ખાય છે અને તેની સાથે તમને ત્યાંની હોટલોમાં નુડલ્સ મોટાભાગે મળી રહે છે. 

Releated News