International

જુઓ દુનિયાના ટોપ 5 મ્યુઝીયમ્સ, અહીં સચવાયો છે ઈતિહાસ

  • select * from tourism_gallery where nid='7'

વિશ્વ ઈતિહાસના કેટલાક શ્રેષ્ઠ માસ્ટરપીસની ઓળખ મેળવવા માટે મ્યુઝીયમ એ સર્વશ્રેષ્ઠ સ્થળ છે. મ્યુઝીયમની મુલાકાત લેવાથી વિવિધ સમાજ, વિચાર તેમજ મુલ્યોનું મહત્વ જાણી શકાય. સમજી શકાય.
 વિશ્વના આવા જ કેટલાક શ્રેષ્ઠ મ્યુઝીયમોની યાદી ટ્રીપએડઈઝર (TripAdvisor') દ્વારા બહાર પાડવામાં આવે છે. જે અંતર્ગત 2014ના ટ્રીપએડવાઈજર્સ ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ જાહેર કરાયા છે. જેમાંથી ટોપ 5 મ્યુઝીમ અહીં રજુ કરાઈ રહ્યાં છે.
 
1. ધી આર્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ શિકાગો 
આ આર્ટ ઈન્સ્ટિટ્યુટમાં 3 લાખ જેટલા આર્ટ્સ વર્કસ્ આવેલા છે. આર્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ શિકાગો એ વિશ્વનું ગ્રેટ આર્ટ કલેક્શન માનવામાં આવે છે. ગ્રાન્ટ વૂડનું ટ્રેડમાર્ક 'અમેરિકન ગોથિક' પેઈન્ટિંગ પણ અહીં જ સચવાયેલું છે. દર વર્ષે 30 કરતાય વધુ રોટેટિંગ એક્ઝિબિશન તેમજ સેંકડો ગેલેરી પર્ફોર્મન્સનું આયોજન કરાય છે.

2.ધ નેશનલ મ્યુઝીમ ઓફ એન્થ્રોપોલોજી, મેક્સિકો સિટી, મેક્સિકો
મેક્સિકો સિટીના એક વિશાળ પાર્કમાં ધ નેશનલ મ્યુઝીમ ઓફ એન્થ્રોપોલોજી આવેલું છે. મ્યુઝીયમમાં આર્ક્યોલોજીકર આર્ટીફેક્ટ્સનું ઈન્ટેસિવ કલેક્શન આવેલું છે. જેમા મેક્સિકોની પ્રાચીન સંસ્કૃતિ જેવીકે ઓલમેક, મેક્સિકા, માયા, ગોલ્ફા, આઝતેકના આર્ટીફેક્ટ્સ આવેલા છે.

3. સ્ટેટ હરમિટેજ મ્યુઝીયમ અને વિન્ટર પેલેસ, પીટર્સબર્ગ, રશિયા
સ્ટેટ હરમિટેજ મ્યુઝીયમમાં દુનિયા આખીના ત્રણ મિલિયન કરતાય વધુ આર્ટફોર્મ્સ આવેલા છે. આ વિન્ટર પેલેસ 1917 સુધી રશિયન સામ્રાજ્યનું પ્રતિક રહ્યું હતું. જેનો અંત રાજકીય બળવાના ભાગરૂપે આવ્યો હતો.

4. ગેટી સેન્ટર, લોસ એન્જેલસ
લોસ એન્જલસના હિલ ટોપ પર આવેલું ગેટી સેન્ટર પોતાના સ્થાપત્ય, બગીચા તેમજ સ્પેક્ટેક્યલર વ્યૂ માટે પ્રખ્યાત છે. અહીં વાન ગોગ, મોનેટ તેમજ ચેઝાનેના સર્જનો સચવાયેલા છે. અહીંની કેટલીય ગેલેરી સાથે કમ્પ્યુટર કન્ટ્રોલ્ડ લૂવર્સ આવેલા છે.

5. એકેડેમિયા ગેલેરી, ફ્લોરેન્સ, ઈટાલી
ઈટાલીના ફ્લોરેન્સમાં 'ગેલેરી ઓફ એકેડમી' આવેલી છે. જે પોતાની ઐતિહાસિક પ્રતિમાઓના ઈમ્પ્રેસિવ કલેક્શન માટે પ્રખ્યાત છે. માઈકલ એન્જેલોનું પ્રખ્યાત 'ડેવિડ'નું સ્થાપત્ય પણ અહીં જ આવેલું છે. સાન્દ્રો બોત્તીચેલી, દોમેનિકો ઘીરલેન્ડાઈઓ, પોન્ટોરમો તેમજ એન્ડ્રિયા ડેલ સાર્તો.

Releated News