Gujarat

સાપુતારામાં મોતી (કરા) વેરાણા, ગિરિમથકનું સૌદર્ય ખીલી ઉઠ્યું

  • select * from tourism_gallery where nid='130'

 ગિરિમથક સાપુતારામાં એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાય જવા સાથે ભારે ગાજવીજ અને બરફના કરા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદથી વૈશાખમાં તપેલી ધરતી તરીતૃપ્ત થઈ ઉઠતા આહલાદક વાતાવરણનું નિર્માણ થયું હતું. જ્યારે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં પારો સોમવારે 40 ડિગ્રીની ઉપર રહેતા લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. અમદાવાદમાં 42.7, ગાંધીનગરમાં 42.5, ઈડરમાં 43, અમરેલીમાં 42, રાજકોટમાં 42.5, વડોદરામાં 40.6, ભાવનગરમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસમાં પારો 44 ડિગ્રી થવાની ચેતવણી છે.

 
સાપુતારામાં ભર ઉનાળે બરફ પડ્યો, ગિરિમથકનું સૌદર્ય ખીલી ઉઠ્યું
 
ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ત્રણેક દિવસથી બદલાયેલા મોસમના મિજાજ બાદ સોમવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાય જવા સાથે ભારે ગાજવીજ અને બરફના કરા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદથી વૈશાખમાં તપેલી ધરતી તરીતૃપ્ત થઈ ઉઠતા આહલાદક વાતાવરણનું નિર્માણ થયું હતું.  ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના માલેગામ, જોગબારી, સોનુનીયા, માનમોડી, ચીખલી, બારીપાડા, શામગહાન, જાખાના, ગલકુંડ સહિત પૂર્વપટ્ટી વિસ્તારના ગામોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ નિર્માણ થતા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
 
સાપુતારા સહિત તળેટીના ગામોમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થઇ ગયું
 
બપોરબાદ ત્રણ વાગ્યાના અરસામાં સાપુતારા સહિતના તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. છેલ્લા ત્રણેક દિવસથી બદલાયેલા મોસમના મિજાજબાદ સમોવારે સાપુતારા ખાતે બરફના કરા સાથે ધોધમાર વરસાદ તૂટી  પડતા સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. જોકે બરફના કરા પણ પડતા ગિરીકંદરામાં બરફની સફેદ ચાદર પથરાય જતા ગિરીકંદરા સોળેકળાએ ખીલી ઉઠી હતી. જેને પગલે વેકેશન માણવા આવેલા સહેલાણીઓએ કાશ્મીરનો અનુભવ કર્યો હતો. જ્યારે સાપુતારાના તળેટી વિસ્તારમાં આંબાવાડી અને ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું હતું. સોમવારે વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા વરસાદથી સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. સાપુતારામાં કરા સાથે થયેલા વરસાદ બાદ ગિરિમથકનું સૌદર્ય સોળેકળાએ ખીલી ઉઠતા આહલાદક માહોલ સર્જાયો હતો.   અલબત્ત આ લખાય છે ત્યાં સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકશાનીના અહેવાલ સાંપડી શક્યા ન હતા.

Releated News