International

કુદરતની કરામત છે આ ગુફા, એટલી ઊંડી કે 72 માળની બિલ્ડિંગ સમાઈ જાય

  • select * from tourism_gallery where nid='115'

 આપણી પૃથ્વી વિવિધ રંગો અને ચમત્કારોથી ભરપૂર છે. મેક્સિકોના સૅન લુઈસ પોટોસી પ્રાંતમાં આવો જ એક કુદરતી ચમત્કાર છે. ઑક્સિસમૉન નામના શહેરની નજીક એક વિશાળ આકારનો ખાડો છે. મુખ પાસે 49 બાય 65 મીટરનો આ ખાડો અંદર જતા 303 બાય 135 મીટર આકારનો થઈ જાય છે. એટલું જ નહીં આ ખા઼ડો 1214 ફૂટ ઊંડો છે. એટલે કે ન્યૂયોર્કની ગગનચૂંબી 72 માળની ક્રેસલર બિલ્ડિંગ પણ આમાં સરળતાથી સમાઈ શકે.

 
આ જગ્યાનું નામ છે 'કેવ્ઝ ઑફ સ્વૅલોઝ' 
મુખ પાસે 49 બાય 65 મીટરનો આ ખાડો અંદર જતા 303 બાય 135 મીટર આકારનો થઈ જાય છે. એટલું જ નહીં આ ખા઼ડો 1214 ફૂટ ઊંડો છે. એટલે કે ન્યૂયોર્કની ગગનચૂંબી 72 માળની ક્રેસલર બિલ્ડિંગ પણ આમાં સરળતાથી સમાઈ શકે. આ જગ્યાનું નામ 'કેવ્ઝ ઑફ સ્વૅલોઝ' છે.
 
દુનિયાની 11મી ઊંડી જગ્યા 
આ જગ્યાને દુનિયાની 11માં નંબરની સૌથી ઊંડી જગ્યા માનવામાં આવે છે. ચૂનાના પથ્થરોમાંથી શંકુ આકારની ગુફા બની છે. અતિ પ્રાચીન કાળછી અહીના લોકો આ ગુફા વિશે જાણે છે પણ આધુનિક સમયમાં આ ગુફાની સવિસ્તાર માહિતી 27 ડિસેમ્બર 1966ના પ્રકાશિત કરવામાં આવી. ટી.આર. ઇવ્હાન, ચાર્લ્સ બૉર્લંડ અને રેન્ડી સ્ટર્નસે મળીને આ ગુફાની માહિતી લોકો સમક્ષ મૂકી.

Releated News