Gujarat

સારંગપુર હનુમાનજીના મુખમાં શ્રીફળ મુકતા હાથમાંથી આવે છે પ્રસાદી

  • select * from tourism_gallery where nid='121'

 બોટાદ નજીક આવેલું સારંગપુર હનુમાનજી મંદિર આજકાલ ચર્ચામાં છે અને આ ચર્ચાનો વિષય છે હનુમાનજીની આ પ્રતિમા. આ પ્રતિમા એવી છે કે જેમાં આખું શ્રીફળ હનુમાનજીનાં મુખમાં અર્પણ કર્યા બાદ તેમનાં હાથમાંથી વધેરાયેલું શ્રીફળ પ્રસાદ સ્વરૂપે આવી જાય છે.

 
સારંગપુર હનુમાનજી મંદિરના મહંત શ્રી લાલાભાઈએ divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે,'આ અનોખી પહેલ મંદિર અને કોઠારીશ્રી દ્વારા કરવામાં આવી છે. જેને ભક્તો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.'
 
ગુજરાત સહિતનાં હિંદુ દેવી-દેવતાઓનાં મંદિરોમાં ભક્તો શ્રદ્ધા રૂપે શ્રીફળ વધેરતા હોય છે. જેથી મંદિરનાં પરિસરમાં કે મંદિરમાં ગંદકી થવાની સમસ્યા ઉદ્દભવતી હોય છે. પણ સારંગપુર મંદિરે આ સમસ્યાનો એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. આ મંદિરમાં હનુમાનજીની એક મોટી પ્રતિમા મુકવામાં આવી છે. જેનાં મુખમાં શ્રીફળ મુકવાથી તેમના હાથમાંથી પ્રસાદ રૂપે શ્રીફળનાં કટકા બહાર આવે છે. એટલે કે ભક્તોમાં એક ખાસ આકર્ષણની સાથે સાથે શ્રીફળનાં પાણી અને છાલાથી થકી ગંદકીની સમસ્યા પણ નીવેડી શકાય છે. સારંગપુર મંદિરનાં આ પગલાને અન્ય મંદિરો પણ અપનાવે તો મંદિરની ગંદકીની મોટી સમસ્યા હલ થાય તેમ છે.
 

Releated News