Gujarat

ચોમાસામાં સોળેકળાએ ખીલી ઉઠે છે ગુજરાતના આ ધોધ, પિકનીક સ્પોટ

  • select * from tourism_gallery where nid='138'

ગુજરાતમાં વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે જંગલ વિસ્તામાં વિવિધ ધોધની પણ સીઝન ચાલુ થઇ ગઇ છે. ગુજરાતમાં મોટાભાગના ધોધ માત્ર ચોમાસાની સીઝનમાં સક્રિય હોય છે. જાંબુઘોડા અભ્યારણ્યને અડીને આવેલા ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ હાથણી માતાનો ધોધ શરૂ થતાં પ્રવાસી મોટી સંખ્યામાં ન્હાવા ઉમટી પડે છે. જ્યારે ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. બીજી બાજુ ડુંગરાળ તેમજ વનરાજીથી રમણીય એવો ચનખલ ગામથી વહેતો બરડા ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.

પ્રાકૃતિક સૌંદર્ય માણવાની સાથે સહેલાણીઓ ધોધ નીચે ન્હાવાનો લ્હાવો પણ માણે છે. આમ તો સોનગઢ પાસેનાં ચીમેરના ધોધનું નામ પણ ખૂબ જાણીતુ છે. આ ધોધ ગુજરાતનો નાયગરા ફોલ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળે પર્યટકો રજાઓમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડે છે. વરસાદની સીઝનમાં સક્રિય થતા આ ધોધનો નજારો તમે જશો ત્યારે એમ કહેશો કે, 'અરે! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા?' આ ધોધને પોતાનું આગવું સૌંન્દર્ય છે જે પ્રવાસીઓને આકર્ષે છે. આ પ્રવાસીઓ માટે એક પિકનીક સ્પોટ તરીકે આગવું સ્થાન ધરાવે છે.
 
ચોમાસા બાદ પિકનીક સ્પોટ તરીકે જાણીતો જામજીર ધોધ

જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં જામવાલા (ગીર)ની નજીક જામજીર ધોધ આવેલો છે. જામજીર ધોધ રાજ્યના સુંદર ધોધમાંનો એક છે. જામવાલા પેંડા, કેસર કેરી અને જામજીર વોટરફોલ માટે પ્રખ્યાત છે. જામવાલા નજીક આવેલો આ ધોધ ન્હાવા માટે સુરક્ષિત સ્થળ નથી કારણ કે આ ધોધ પૂર જોશથી બે અલગ અલગ ભાગમાં ઉપરથી નીચે પડે છે. ચોમાસા બાદ આ સ્થળ સુંદર પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે.

રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો ગિરા ધોધ
 
ગિરા ધોધ એટલે ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ જે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઇ ગામની નજીક આવેલી અંબિકા નદી ઉપર જોવા મળે છે. આગળ વહેતી અંબિકા નદી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં જ્યારે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધારે જોવા મળે છે. ત્યારે આ ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. ચોમાસામાં જ્યારે આ ધોધ પૂષ્કળ પ્રવાહ સાથે પડતો હોય છે. આજુ બાજુ આવેલી ખડકો સાથે તેનો આવાજ અથડાઈને જાણે ધોધ ગર્જના કરતો હોય તેવો ગર્ભીત આવાજ સંભળાય છે. આ ધોધની બરાબર સામે આવેલા ખડકો ઉપર ઉભા રહીને જોવામાં આવતા ધોધનો નજારો નયનરમ્ય લાગે છે.

ખડકો પરથી વહીને નીચે તલાવડીમાં પડતો બરડા ધોધ

ગુજરાતના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય એવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે. આ ધોધમાં વરસાદના પાણી ભરાતાં તેનો પ્રવાહ ખુબ જ જોવા મળે છે. આ ધોધ ઉંચેથી ખડકો પરથી વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધની આજુ બાજુ આવેલા ઉચાં ખડકો પરથી જોતાં ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.

ગુજરાતનો નાયગરા ફોલ કહેવાતો ચીમેરનો ધોધ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકા નજીક આ ધોધ આવેલો છે. આમ તો આ ધોધનું નામ બહુ જાણીતું નથી, પણ તે એક વાર જોવા જશો તો તે સ્થળને તમે ભૂલશો નહીં. આ ધોધનો નજારો તમે જશો ત્યારે તમે એમ કહેશો કે, 'અરે! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા?' આ ધોધને પોતાનું અનોખું સૌંન્દર્ય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઉંચાઇથી બિલકુલ સીધો જ નીચે પડે છે. જ્યારે હાલ ચોમાસાની ઋતુમાં આ ધોધમાં પાણી પ્રવાહ વધવાથી આ ધોધ ખૂબ જ ભવ્ય અને સુંદર દ્રશ્યમાન થાય છે. એટલે જ આ ધોધને ગુજરાતનો નાયગરા ફોલ કહેવામાં આવે છે.
ડુંગરોની વચ્ચેથી 30 મીટરની ઉંચાઇએથી પડતો ગિરિમાલ ધોધ

ડાંગના ઉત્તર ભાગમાં આવેલા ગીરમાળ ગામે આ ધોધ આવેલો છે જે ગિરિમાલ ધોધ તરીકે જાણીતો છે. મહારાષ્ટ્રમાંથી નીકળતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગીરમાળ ગામે ડુંગરો ઉપરથી અહીં ધોધ સ્વરૂપ લઇને નીચે પડે છે. આ ધોધ અંદાજે 30 મીટરની ઉંચાઇ ધરાવે છે. ચોમાસામાં જ્યારે ગીરા નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે આ ધોધ ઘણો જ સુંદર સ્વરૂપ ધારણ કરે છે. ચોમાસામાં આ ધોધ પૂષ્કળ પાણીના પ્રવાહ સાથે પડતો હોય છે. આ ધોધની બરાબર સામે આવેલા ખડકો ઉપર ઉભા રહીને જોવામાં આવતા ધોધનો નજારો મનમોહક લાગે છે.

પર્વતમાળામાંથી ધોધ સ્વરૂપે જોવા મળતો હાથણી માતાનો ધોધ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીક આ ધોધ આવેલો છે. જાંબુઘોડાથી 21 કિ.મી. દૂર ઘોંઘબા તાલુકાના બાકરોલ ગામ નજીક પર્વતમાળામાંથી વહેતી નદી અહીં ધોધ સ્વરૂપે જોવા મળે છે. આ ધોધ ફક્ત ચોમાસમાં જ જીવંત થાય છે. આ ધોધ જ્યાં નીચે પડે છે ત્યાં એક ગુફા છે. જેમાં હાથણી માતાનું મંદિર અંદર આવેલું છે. અહીં ચોમાસામાં જીવંત થતો આ હાથણી માતાનો ધોધ જોવા તથા ધોધના પાણીમાં ન્હાવાની મજા માણવા ખાસ સહેલાણીઓ આવતા હોય છે.

હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે આવેલો નિનાઇ ધોધ

નિનાઇ ધોધ નર્મદા જિલ્લાના વિંધ્યા-સાતપુડા ગિરિમાળાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. નિનાઈ પહોંચીને ૨૦૦ પગથીયા ઉતરો એટલે ધોધ જોવા મળે છે. ચોમાસામાં ધોધમાં પાણી ઘણું હોય. શાંત નિશબ્દ વાતાવરણમાં ધોધનો મધુર સંગીતમય અવાજ ખુબ જ કર્ણપ્રિય લાગે છે. ધોધ નીચે એક ગુફા આવેલી છે જેમાં નિનાઈ માતાનું નાનકડું મંદિર પણ છે. જ્યાં લોકો દર્શન પણ કરતા હોય છે. ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે આવેલો આ ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. હજારો પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે.

Releated News