Gujarat

સૂર્યમંદિરનો મેઘધનુષી નજારોઃ જાણે કલાકારની પીંછીએ પથ્થરમાં રંગ પૂર્યા

  • select * from tourism_gallery where nid='120'

મોઢેરા સ્થિત ઐતિહાસિક સૂર્યમંદિરના સાનિધ્યમાં શનિવારની ઢળતી સાંજનો નજારો ઘૂંઘરુના નાદ, કલાકારોના નર્તન અને વાયોલીનવાદનથી આહલાદક બની ગયો હતો. ઉત્તરાર્ધ ઉત્સવના આ પ્રસંગે સૂર્યમંદિરને પણ નવોઢાની જેમ સાવ સજવામાં આવ્યા છે. રંગબેરંગી લાઇટસ ઇફેક્ટ અને ઘડિયાળના કાંટાની જેમ બદલાતા તેના રંગ જોનારનાં મન મોહી લે તેવા છે.

 
- સૂર્યમંદિરના પથ્થરે પથ્થરે કલાકારની પીંછીએ પુરેલા નવરંગનો મેઘધનુષી નજારો જોવા લોકો ઉમટી પડ્યા
 
રામકુંડમાં ભરાયેલા પાણીમાં પડતું પ્રતિબિંબ જાણે જમીનમાં પણ અદ્દલ બીજું સૂર્યમંિદર રચાયું હોય તેવો નજારો ખડો કરે છે. સૂર્યમંદિરની સામેના ભાગે બરાબર મધ્યમાં ઊભા રહી ધ્યાનથી જોઇએ તો જાણે ભગવાન સૂર્યનારાયણના રથ સાથે અશ્વો જોડ્યા હોય તેવો રોમાંચક અનુભવ થાય છે. મેઘધનુષના અનેકવિધ રંગોની આભા ઉપસાવતો આ નજારો મનને પુલકિત કરવાની સાથે રોમાંચિત પણ કરી મૂકે છે.
 
 

Releated News