Gujarat

મોઢેરાનાં સૂર્ય મંદિરમાં પડે છે સુર્યનું પહેલું કિરણ, જાણો તેની ખાસિયતો!

  • select * from tourism_gallery where nid='78'

મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. સૂર્ય મંદિર ઈ.સ. 1026-27 માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મંદિરની દિવાલો અને થાંબલા પરના ચિત્રોમાં રામાયણ અને મહાભારતના પ્રસંગો આબેહુબ દેખાય છે.

આ મંદિર ગુજરાતની સ્‍થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે. આ મંદિરને મેહમૂદ ગજનવીએ ખંડિત કર્યું હતુ. સુર્યમંદિરના આ ક્ષેત્રમાં સંગ્રહાલય, ઉધાન અને ગ્રંથાલય છે. સુર્યમંદિરની બાજુમાં એક વિશાલ રામકુંડ પણ છે. મહેસાણાથી 20 કિલોમીટર દૂર આવેલું મોઢેરાનું આ સુર્યમંદિર ભારતમાં પ્રખ્યાત છે. આ સુર્યમંદિર કોણાર્કના સુર્યમંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. મંદિરમાં જવા માટે ઘણાં પગથિયાં છે. ગર્ભગૃહની અને મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા-માર્ગ છે.

સભામંડપ મોઢેરાના મંદિરનો ઘણો સુંદર અને કલામંડિત ભાગ છે. મંદિરમાં ભગવાન સૂર્યની મૂળ પ્રતિમા નથી. પણ અન્ય જગ્યાઓ પર સુર્યની પ્રતિમાઓ કંડારાયેલી છે. સુર્યમંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સુર્યોદયના સમયે સુર્યનાં કિરણનું પહેલું કિરણ ગર્ભગૃહમાં પડે છે. સુર્યમંદિરનાં આંગણમાં દર વર્ષે ત્રણ દિવસનો નૃત્ય અને સંગીતનો મહોત્સવ યોજવામાં આવે છે.

Releated News