National

હિમાચલના સ્વિટ્ઝરલેંડ તરીકે ઓળખાતું આ શહેર એડવેંચર્સ સ્પોર્ટ્સ માટે છે બેસ્ટ!

  • select * from tourism_gallery where nid='113'

 સ્વિટ્ઝરલેંડ અથવા નોર્વેના કોઈ શહેરને ટક્કર મારે તેવું આકર્ષક છે આ શહેર મનાલી. હિમાલયની ગોદમાં વસેલા આ શહેરના દૃશ્યો સ્વિટ્ઝરલેંડ અથવા નોર્વેના કોઈ શહેરથી ઓછા આકર્ષક નથી. અહીં બારેય મહિના પર્યટકો આવતા રહે છે. દેશભરમાં રજાઓ ગાળવા માટે હિમાચલપ્રદેશનું આ શહેર મનાલી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહે છે. દર વર્ષે લાખો લોકો અહીં આવે છે. અહીં કુદરતે એવી અનેક ચીજો આપેલી છે, જે આ વિસ્તારને ખાસ બનાવવાની સાથે તમારી રજાઓને યાદગાર બનાવી દે છે. આ શહેરનો ઈતિહાસ પ્રાચીન અને સમૃદ્ધ છે.

 
વિદેશમાં ફરતા હોવ તેવો અહેસાસ કરાવે છે આ મનાલી
 
- રોહતંગ પાસને પહેલા ભૃગુ-તુંગના નામથી ઓળખવામાં આવતું હતું. અહીંથી હિમાલય પર્વતમાળાના દુર્લભ દૃશ્યો જોવા મળે છે. અહીં વાદળો કરતા પણ પર્વત ઊંચા દેખાય છે. રોહતંગ પાસમાં ટ્રેકિંગ અને સ્કીઇંગની આકર્ષક સગવડો ઉપલબ્ધ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આ આકર્ષક દૃશ્યો જોવા અને એડવેંચર સ્પોર્ટ્સને માણવા આવતા હોય છે.
 
- આ જગ્યા એડવેન્ચર સ્પોર્ટ્સ માટે પ્રસિદ્ધ છે. અહીં મુલાકાતીઓ પેરાશૂટિંગ, પેરાગ્લાઈડિંગ, સ્કેટિંગ, જોરબિંગનો લાભ લઈ શકે છે. આ ઘાટીમાં એક તરફ પહાડ છે તો બીજી તરફ ઊંડી ખીણ જે સ્પોર્ટ્સને રોમાંચક બનાવે છે.
 
- હિમાચલ પ્રદેશમાં એવાં તો ઘણાં સ્થળો આવેલાં છે કે જ્યાં સહેલાણીઓ વિભિન્ન સાહસિક રમતો રમી શકે છે, પણ સોલંગ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પર્વતીય ટેકરીઓની ઊંચાઈ પરથી હવામાં ઉડાન ભરી શકાય છે. અહીંની બર્ફીલી ટેકરીઓનો ઢોળાવ સ્કીઇંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કીઇંગના શોખીનો માટે સોલંગનો પ્રવાસ ફરજિયાત થઈ પડે છે.
 
- શિયાળા દરમિયાન અહીંનો નજારો જોવાલાયક હોય છે. નજર પહોંચે ત્યાં સુધી માત્ર બરફ જ જોવા મળે છે. વળી, સોલંગની ઘાટીમાં રંગ-બેરંગી ફૂલોની અનોખી ચાદર બને છે. સોલંગ મનાલી સાથે અને મનાલી ભારતના પાટનગર દિલ્હી સાથે જોડાયેલું હોવાથી ત્યાં સરળતાથી પહોંચી શકાય છે. માર્ચથી જુલાઈ સુધીનો સમયગાળો સોલંગનો પ્રવાસ ખેડવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે.
 
- હિડિમ્બા દેવીનું મંદિર ખૂબ પ્રાચીન છે. મંદિરનું નિર્માણ 1553માં થયું હતું. આ મંદિરમાં હિડિમ્બા દેવીની પૂજા કરવામાં આવે છે. મહાભારતમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિર જંગલોથી ઘેરાયેલું છે. મહાભારતના ગ્રંથ પ્રમાણે હિડિમ્બા ભીમની પત્ની અને ઘટોટકચ્છની માતા હતી.
 
- ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક દેશના મહત્વપૂર્ણ પાર્ક્સમાંથી એક છે. આ જગ્યાને 1984માં નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો હતો. અહીં 1171 વર્ગ કિલોમીટર વિસ્તારમાં 375 પ્રકારના જીવોને સંરક્ષિત કરવામાં આવ્યા છે. ફરવા માટે આ એક સારી જગ્યા છે.
 
- આ સિવાય અહીં ફરવાલાયક સ્થળોમાં બિજલી મહાદેવનું મંદિર, ભૃગુ તળાવ, પિન ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, પંડોહ ડેમ અને મનાલી સેન્ચ્યુરી જેવા કેટલાક સ્થળો છે.
 

Releated News