National

શિવરાત્રિઃ આ પવિત્ર સ્થાને આજના દિવસે થયા હતાં, શિવ ને પાર્વતીના લગ્ન!

  • select * from tourism_gallery where nid='125'

 એવું કહેવામાં આવે છે કે, શિવરાત્રિ તે પવિત્ર દિવસ છે, જે દિવસે ભગવાન શિવ-પાર્વતીના લગ્ન થયા હતાં. ભગવાન શિવના વિવાહને લઇને ઘણાં પ્રકારની કથાઓ અલગ-અલગ ગ્રંથોમાં પ્રચલિત છે. એવી માન્યતા છે કે, ભગવાન શંકરે હિમાચલના મંદાકિની ક્ષેત્રના ત્રિયુગીનારાયણમાં માતા પાર્વતિ સાથે વિવાહ કર્યા હતાં. તેનું પ્રમાણ એ છે કે, અહીં પ્રગટેલી અગ્નિની જ્યોતિ જે ત્રેતાયુગથી નિરંતર પ્રગટી રહી છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન શિવે માતા પાર્વતી સાથે આ જ્યોતિની સામે વિવાહના ફેરા ફર્યા હતાં.

હિન્દુ પૌરાણિક ગ્રંથો મુજબ પાર્વતરાજ હિમાવત અથવા હિમાવનની પુત્રી હતી. પાર્વતીના સ્વરૂપમાં સતીનો પુનર્જન્મ થયો હતો. પાર્વતીએ કઠોર ધ્યાન અને સાધનાથી તેમણે શિવનું મન જીત્યું હતું. જે સ્થાન પર માતા પાર્વતીએ સાધના કરી તે સ્થાનને ગૌરી કુંડ કહેવામાં આવે છે. જે  શ્રદ્ધાળુઓ ત્રિયુગીનારાયણ જાય છે, તેઓ ગૌરીકુંડના પણ દર્શન કરે છે. પૌરાણિક ગ્રંથ જણાવે છે કે, શિવજીએ ગુપ્ત કાશીમાં માતા પાર્વતીની સામે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો હતો.
ત્યાર પછી તે બંન્નેના વિવાહ ત્રિયુગીનારાયણ ગામમાં મંદાકિની સોન અને ગંગાના મિલન સ્થળ પર સંપન્ન થયા હતાં. અહીં શિવ પાર્વતીના વિવાહમાં વિષ્ણુએ પાર્વતીને ભાઇ સ્વરૂપમાં બધા જ રિવાજોની પાલન કર્યું હતું. જ્યારે બ્રહ્મા આ વિવાહમાં પુરોહિત બન્યા હતાં. તે સમયે બધા જ સંત-મુનિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો.
વિવાહ પહેલાં બધા જ દેવતાઓએ અહીં સ્નાન પણ કર્યું અને આ માટે જ અહીં ત્રણ કુંડ બન્યા છે જેને રૂદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મા કુંડ કહેવામાં આવે છે. આ ત્રણ કુંડમાં જળ સરસ્વતી કુંડથી આવે છે. સરસ્વતી કુંડનું નિર્માણ વિષ્ણુની નાસિકામાંથી થયું હતું અને આ માટે જ એવી માન્યતા છે કે, આ કુંડમાં સ્નાન કરવાથી સંતાનહીનતાથી મુક્તિ મળે છે.
ક્યારે અને કઇ રીતે પહોંચવું-
કેદારનાથ ધામ ભારતના ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. કેદારનાથથી 19 કિમી પહેલાં ગંગોતરી, બૂઢાકેદાર સોનપ્રયાગના રસ્તાની નજીક ત્રિયુગી નારાયણ મંદિર સ્થિત છે. દર વર્ષે કેદારનાથ ધામ મેથી ઓક્ટોબર મહિનાની વચ્ચે સામાન્ય દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે. બાકીના સમયમાં અહીંનું વાતાવરણ પ્રતિકૂળ રહે છે. અહીં પહોંચવા માટે હેલિકોપ્ટરથી પણ યાત્રા કરી શકાય છે. આ સિવાય અહીં પહોંચવા માટે બસ માર્ગથી યાત્રા કરવી પડે છે. કેદારનાથ ધામ દર્શન કરવા માટે ભારતના કોઇપણ શહેરથી ટ્રેન દ્રારા હરિદ્વાર અથવા ઋષિકેશ પહોંચી શકાય છે. હરિદ્વારથી કેદારનાથ ધામ પહોંચવા માટે આવાગમનના ઘણા સાધન ઉપલબ્ધ થઇ શકે છે, જે સડક માર્ગથી કેદારનાથ ધામ પહોંચે છે. ઋષિકેશથી પણ કેદારનાથ માટે ઘણા વાહન ઉપલબ્ધ થઇ શકે છે. યાત્રા મુશ્કેલ છે, જે સડક માર્ગથી કેદારનાથ ધામ પહોંચે છે. ઋષિકેશથી પણ કેદારનાથ માટે ઘણા વાહન ઉપલબ્ધ થઇ શકે છે.  યાત્રા મુશ્કેલ છે, એટલે દરેક દર્શનાર્થીએ પોતાના સ્વાસ્થ્ય સંબંધી સાવઘાનિઓ રાખવી જ જોઇએ.
જો તમે હવાઈ જહાજથી કેદારનાથી યાત્રા કરવા માંગો છો તો તમે દેહરાદૂન સુધી હવાઈ સુવિધા મળી શકે છે. દેહરાદૂનથી લગભગ 240 કિમી યાત્રા સડક માર્ગથી નક્કી કર્યા પછી કેદારનાથ ધામ પહોંચી શકાય છે.

Releated News