Gujarat

શિયાળામા નહીં ચોમાસામાં વિદેશી પક્ષીઓ જોવા ચાલો ભરૂચ

  • select * from tourism_gallery where nid='74'

આપણે વિદેશી યાયાવર પક્ષીઓ જોવા માટે નળ સરોવર જઈએ છીએ. તે પણ શિયાળામાં જ. શિયાળા સિવાય પણ યાયાવર પક્ષીઓ જોવાનો લહાવો માણી શકાય છે. આ માટે જવું પડે ભરૂચ. આ પ્રાચિન શહેરનું  ઐતિહાસિક ગેલાની તળાવ વિદેશી પક્ષીઓની શિયાળા કે ઉનાળામાં નહીં પણ ચોમાસામાં યજમાની કરે છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલા  ઐતિહાસિક ગેલાની તળાવ દેશ-વિદેશથી આવતા પક્ષીઓ માટે ચોમાસાના સમયગાળાન આશ્રયસ્થાન બની રહે છે. પરંતુ ભરૂચના લોકો ગેલાની તળાવના આજુબાજુના વિસ્તારનો વિકાસ ન થવાથી આવા અલભ્ય પક્ષીઓનો નજારો માણવાન ચુકી જાય છે.

સ્થાનિક નગરસેવકોની નબળી રજુઆત તેમજ નગરપાલિકા તંત્રની ઉદાસીન નીતીના કારણે ગેલાની તળાવનો વિકાસ ન થયો હોવાનું ચર્ચામાં આવ્યુ છે. દેશ-વિદેશથી હજારો માઈલનું અંતર કાપીને ભરૂચના ગેલાની તળાવમાં વેકેશન ગાળવા આવતા અલભ્ય પક્ષીઓને જોવાની તક ભરૂચના નગરજનો નગરપાલિકા તંત્રની ઉદાસી નિતિ તેમજ સ્થાનિક નગર સેવકોની બિન જાગરૂકતા તથા ધારદાર રજુઆતના અભાવે ગુમાવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ભરૂચમાં આંગળીના વેઢે ગણાય તેટલા તળાવો છે દાંડીયા બજાર નજીકનું રતન તળાવ અસહ્ય ગંદકી તેમજ તળાવમાંના કાચબાઓના સમયાંતરે થતા મોતના કારણે સમાચારની સુરખીઓમાં આવ્યા કરે છે.

ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાની તળાવ પણ પાલિકા તંત્રની અણઘડ નીતીનો ભોગ બનતા તર્ક-વિર્તકો તેમજ ચર્ચાના એરણે ચઢયુ છે. તળાવમા સંગ્રહિત થતા પાણીમાં ફેલાતી ગંદકી, બેકાળજીના અભાવે જંગલી ઝાડ, વેલા ઉગી નીકળવાના કારણે તેમજ તળાવના કિનારા વિસ્તારનો પુરતા પ્રમાણમાં વિકાસ ન થતા ભરૂચના નગરજનો આ તળાવમાં ચોમાસાનું વેકેશન ગાળવા આવતા દેશ-વિદેશી પક્ષીઓને જોવાનું ચુકી જાય છે.

Releated News