National

વરસાદમાં નહાયા પછી વધારે સુંદર બને છે કુંભલગઢ, જુઓ તસવીરો

  • select * from tourism_gallery where nid='71'

કુંભલગઢ રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલું સુંદર સ્થળ છે. આ જગ્યા મહાયોદ્ધા મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ છે. અહીં તમને ત્યાંનાં જોવાલાયક  સ્થળો વિશે માહિતી આપીએ છીએ.  ચીનની જેમ ભારતમાં પણ એક ગ્રેટ વોલ છે. આ દીવાલ છે રાજસ્થાનનાં કુંભલગઢ કિલ્લાની. કુંભલગઢ કિલ્લાની આ દીવાલ દુનિયાની બીજી સૌથી મોટી દીવાલ છે. જેના પર એક સાથે દસ ઘોડા દોડી શકે છે.  ચીનની દીવાલને ટક્કર આપતી આ દીવાલને ભેદવાનો પ્રયત્ન અકબરે પણ કર્યો હતો, પણ તેને સફળતા ન મળી. ક્યારેય હાર ન માનનાર વીર યોદ્ધા મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ એવો આ કિલ્લો એક પ્રકારે મેવાડની સંકટકાલીન રાજધાની રહી ચૂક્યો છે. મહારાણા કુંભાથી માંડી મહારાણા રાજ સિંહના સમય સુધી મેવાડ પર થયેલા આક્રમણોનાં સમયે રાજપરિવાર આ કિલ્લામાં જ રહ્યા. 
 વર્ષ 1443માં રાણા કુંભાએ કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું. આ દીવાલનું નિર્માણ એટલા માટે કરાવાયું હતું કે વિરોધીઓ સામે સુરક્ષા થઇ શકે. પણ દીવાલ એટલી મોટી હતી કે તેનું કામ પૂરું થવાનું નામ નહોતું લેતું. પર્યટકો કિલ્લાની ઉપરથી આસપાસનાં રમણીય દ્રશ્યોનો આનંદ લઇ શકે છે. આ કિલ્લો સમુદ્ર સ્તરેથી 1914 મીટરની ઉંચાઇ પર ક્રેસ્ટ શિખર પર બનાવવામાં આવ્યો છે. તેનાં નિર્માણમાં 15 વર્ષ લાગ્યા હતા. એક માન્યતા એ પણ છે કે મહારાણા કુંભા આ કિલ્લામાં રાત્રે કામ કરતા મજૂરો માટે 50 કિલો ઘી અને 100 કિલો રૂ નો ઉપયોગ ફક્ત પ્રકાશ માટે જ કરતા હતા.
અહીં બાદલ મહેલને 'વાદળોનો મહેલ'નાં નામે પણ ઓળખવામાં આવે છે. તે કુંભલગઢ કિલ્લાનાં ટોચ પર સ્થિત છે. આ મહેલમાં બે માળ છે અને તે આંતરિક રીતે જોડાયેલા બે ખંડ- પુરુષ માટેનાં મહેલ અને મહિલા માટેનાં મહેલમાં વિભાજીત છે. મહેલનાં ઓરડાઓની દીવાલો પર સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે. આજે એસીનો ઉપયોગ ઓફિસો અને ઘરોને ઠંડા રાખવા માટે કરવામાં આવે છે. તે સમયે પણ આ મહેલમાં વાતાનુકુલન પ્રણાલી લગાવવામાં આવી હતી, જે આજે પણ ત્યાં છે. જે પર્યટકોનાં આકર્ષણનું કેન્દ્ર છે.
આ સૌથી પ્રખ્યાત કિલ્લાની અંદર પ્રવેશ માટે સાત દ્વાર બનાવેલા છે, જેમાં રામ દ્વાર, પર્ગ દ્વાર, હનુમાન દ્વાર જાણીતા છે. આ કિલ્લાની અંદર કુલ 360 મંદિરોનો સમૂહ છે. અહીં 300 જૈન મિંદિરો અને 60 હિંદુ મંદિરો છે. તેમાંથી નીલકંઠ મહાદેવનાં મંદિરનું મહત્વ સૌથી વધારે છે. આ મંદિરની પાસે મોડી સાંજે થતા લાઇટ અને સાઉન્ડ શોની એક અલગ ઓળખ છે.  આ શોમાં કુંભલગઢ કિલ્લાનો આખો ઇતિહાસ જણાવાય છે. ચારેય તરફ ઉંચા ઉંચા પહાડ, ઘોડા દોડવાનો અને બંદૂકોની ગોળીઓનો આજે પણ લોકોને તે જમાનાનો આભાસ કરાવે છે. કિલ્લાને બનાવવામાં વાસ્તુશાસ્ત્રનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.  ફક્ત એક વાર કિલ્લાએ કરવો પડ્યો હારનો સામનો કુંભલગઢે પોતાનાં ઇતિહાસમાં ફક્ત એક વાર જ હારનો સામનો કરવો પડ્યો, જ્યારે મુઘલ સેનાએ કિલ્લાની ત્રણ
કુંભલગઢ અભ્યારણ્ય ચાર શિંગડાવાળા હરણ, કાળા ચિત્તા, જંગલી સુઅર,વરૂ, રીંછ, શિયાળ, સાંભર, ચિંકારા, ચિત્તા, ઝરખ, જંગલી બિલાડી, નીલગાય અને સસલા જોવા માટે આદર્શ સ્થળ છે. રાજ્યમાં ફક્ત આ જ અભ્યારણ્યમાં પર્યટકો વરુ જોઇ શકે છે. હલ્દીઘાટી અને ઘણેરો કુઁભલગઢનાં અન્ય પ્રસિદ્ધ આકર્ષણ છે.
કુંભલગઢ કિલ્લો ઉદયપુર શહેરથી 64 કિલોમીટર દૂર છે. ઉદયપુર શહેરથી કુંભલગઢ કિલ્લા સુધી સરળતાથી પહોંચી શકાય છે. રેલવેમાર્ગ, હવાઇમાર્ગ તેમજ હાઇવે થકી અહીં પહોંચી શકાય છે.

Releated News